Home> Sports
Advertisement
Prev
Next

ડીડીસીએની ક્રિકેટ કમિટીમાં વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર વિશેષ આમંત્રિત સભ્ય

ડીડીસીએની ક્રિકેટ કમિટીમાં વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર વિશેષ આમંત્રિત સભ્ય

નવી દિલ્હીઃ દિલ્હી અને ડ્રિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના નવા પ્રમુખ રજત શર્માએ બુધવારે પ્રથમવાર પ્રેસ બ્રીફિંગ કર્યું. શર્માએ જણાવ્યું કે, પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને ક્રિકેટ કમિટીમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ કમિટીમાં સહેવાગની સાથે બીજા 2 ખેલાડીઓ હશે. આ કમિટીમાં પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને સામેલ કરવામાં આવ્યો નથી. 

fallbacks

સહેવાગની સાથે કમિટીમાં આકાશ ચોપડા અને રાહુલ સાંઘવી હશે. શર્માએ કહ્યું, લોઢા સમિતિની ભલામણો અને બીસીસીઆઈ ગાઇડલાયન્સ અનુસાર કમિટીનું કામ મુખ્ય રૂપથી દિલ્હીમાં ક્રિકેટના વિકાસ માટે સૂચન આપવા અને ગાઇડલાયન્સ જણાવવાનું હશે. 

ડીડીસીએના પ્રમુથ તરફથી જારી કરવામાં આવેલ મીડિયા રીલિઝ અનુસાર, ગૌતમ ગંભીરને આ કમિટીમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે રાખવામાં આવ્યો છે. તેમણે મીડિયા રીલિઝમાં તે સ્પષ્ટ કર્યું નથી કે ગંભીરની શું ભૂમિકા હશે અને તે કમિટીમાં કેમ કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More