Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: 'સેલ્ફિશ કેપ્ટન....' હાર્દિક પંડ્યાએ તિલક સામે દેખાડ્યો સ્વાર્થ, ક્રિકેટ ફેન્સ થયા ગુસ્સે

ભારતે ત્રીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે પરાજય આપ્યો હતો. હવે પાંચ મેચની ટી20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. શ્રેણીની અંતિમ બે ટી20 મેચ અમેરિકામાં રમાશે. ત્રીજી ટી20 હાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટ્રોલ થઈ રહ્યો છે. 
 

IND vs WI: 'સેલ્ફિશ કેપ્ટન....' હાર્દિક પંડ્યાએ તિલક સામે દેખાડ્યો સ્વાર્થ, ક્રિકેટ ફેન્સ થયા ગુસ્સે

નવી દિલ્હીઃ તિલક વર્મા (Tilak Varma),એક એવો યુવા ખેલાડી છે, જેણે ટીમ ઈન્ડિયામાં પર્દાપણ કરતા કરોડો લોકોનું દિલ જીતી લીધુ છે. શરૂઆતી બે ટી20 મેચમાં વિન્ડીઝની જીત કરતા વધુ ચર્ચા તિલક વર્માની થઈ હતી. તો ત્રીજી મેચમાં પણ યુવા બેટરે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભલે વિજય થયો હોય, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાની હરકતથી ક્રિકેટ ફેન્સ નારાજ થયા છે. તિલક વર્મા આ મેચમાં અડધી સદીથી માત્ર એક રન દૂર રહ્યો હતો. જેનું કારણ હાર્દિક પંડ્યાને માનવામાં આવી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ક્રિકેટ ફેન્સે હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. તો કેટલાક ચાહકોને ધોનીની યાદ આવી રહી છે. 

fallbacks

હકીકતમાં સૂર્યકુમારની 83 રનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ઈન્ડિયા જીતની નજીક હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને હિટ કરવાની ના પાડી, તેની દરેક વાત સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઈ. હાર્દિકે કહ્યું- તારે ખતમ કરવાનું છે, અંત સુધી રમ, નોટઆઉટનો ફર્ક પડે છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાને જીત માટે 3 રનની જરૂર હતી ત્યારે તિલકે સિંગલ લીધો અને તે 48 રન પર પહોંચ્યો હતો. સ્ટ્રાઇક પર આવેલા હાર્દિક પંડ્યાએ તિલકની અડધી સદીને મહત્વ આપ્યું નહીં અને તેણે સિક્સ ફટકારી મેચ સમાપ્ત કરી દીધી હતી. જેના કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. ભારતીય ફેન્સ હાર્દિક પંડ્યાને સ્વાર્થી કહી રહ્યાં છે.  

ફેન્સને કેમ આવી ધોનીની યાદ?
હાર્દિક પંડ્યા પર ગુસ્સે થયેલા ફેન્સને ધોનીની યાદ આવી ગઈ છે. માહી હંમેશા મેચ ફિનિશ કરવા માટે જાણીતો હતો. પરંતુ ધોનીએ ઘણીવાર યુવા ખેલાડીઓને મેચ ફિનિશ કરવા માટે તક આપી. વિરાટ કોહલીની સાથે બેટિંગ કરતો ધોનીનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ધોનીએ મેચ ફિનિશ કરવા માટે એક રન લીધો નહીં. ત્યારબાદ બંને બેટર હસ્તા જોવા મળી રહ્યાં છે. ધોનીને યાદ કરતા ફેન્સ હાર્દિક પંડ્યાની ખુબ ટીકા કરી રહ્યાં છે. 

ત્રીજી ટી20માં સૂર્યા અને તિલક વર્માની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. ભારતે 160 રનનો લક્ષ્ય 13 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. આ મેચમાં સૂર્યાએ 44 બોલમાં 83 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More