Home> Sports
Advertisement
Prev
Next

Serena Williams Retires: ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે કરી સંન્યાસની જાહેરાત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકી ટેનિસ સ્ટાર યુએસ ઓપન બાદ ક્યારેય ટેનિસ કોર્ટ પર રમતી જોવા મળશે નહીં. 

Serena Williams Retires: ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે કરી સંન્યાસની જાહેરાત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ન્યૂયોર્કઃ વિશ્વની મહાન ટેનિસ ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વોગના સપ્ટેમ્બરના અંકના કવર પર આવ્યા બાદ 40 વર્ષીય ટેનિસ દિગ્ગજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જીવનમાં એક એવો સમય આવે છે, જ્યારે આપણે એક અલગ દિશામાં આગળ વધવાનો નિર્ણય કરવાનો હોય છે. તે સમય હંમેશા મુશ્કેલ હોય છે, જ્યારે તમે કોઈ વસ્તુને એટલો પ્રેમ કરો છો. હું ટેનિસનો આનંદ લેતી આવી છું. પરંતુ હવે ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. 

fallbacks

સેરેનાએ ઇન્સ્ટા દ્વારા કરી નિવૃત્તિની જાહેરાત
ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે એક અલગ દિશામાં આગળ વધવાનો નિર્ણય કરવાનો હોય છે. તે સમય મુશ્કેલ હોય છે જ્યારે તમે કોઈ વસ્તુને વધુ પ્રેમ કરો છો. હું ટેનિસનો આનંદ લઉં છું. પરંતુ હવે ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. મારે એક માં હોવા, પોતાના આધ્યાત્મિક લક્ષ્યો અને અંતમાં એક અલગ, પરંતુ માત્ર રોમાંચક સેરેનાની શોધ પર ધ્યાન કેન્દ્રીત કરવું છું. હું આવનારા કેટલાક સપ્તાહનો આનંદ લેવાની છું. 

6 વખત જીતી ચુકી છે યુએપ ઓપનનું ટાઈટલ
મહિલા ટેનિસની મહાન ખેલાડી સેરેના વિલિમ્યસે યુએસ ઓપનમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરમાં કુલ 6 વખત ટાઇટલ જીત્યું છે. તેણે વર્ષ 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તો તે 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઈજાનો સામનો કરી રહી હતી. ટેનિસ કોર્ટ પર તેણે વાપસી કરી પરંતુ ફોર્મે સાથ આપ્યો નહીં. પોતાના ખરાબ ફોર્મને કારણે લાંબા સમયથી તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી હતી. 

આ પણ વાંચોઃ દેશની વસ્તીમાં હરિયાણાની 2% ભાગીદારી, કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારત માટે જીત્યા સૌથી વધુ મેડલ  

સેરેના વિલિયમ્સના કરિયરની સિદ્ધિઓ
- 73 સિંગલ્સ ટાઇટલ
- 23 સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ
- 14 ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ
- 4 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More