Home> Sports
Advertisement
Prev
Next

શેફાલી બની ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારનારી સૌથી યુવાન ભારતીય, સચિનનો રેકોર્ડ તોડ્યો

શેફાલીએ 15 વર્ષ 285 દિવસની વયે અડધી સદી ફટકારી છે. શેફાલીએ આ રેકોર્ડ સાથે જ સચિન તેંડુલકરને પણ પાછળ પાડી દીધો છે. સચિને 16 વર્ષ 214 દિવસની વયે ભારત માટે પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. 

શેફાલી બની ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારનારી સૌથી યુવાન ભારતીય, સચિનનો રેકોર્ડ તોડ્યો

સેન્ટ લુસિયાઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડીઝને હરાવવાની સાથે જ અનેક રેકોર્ડ પણ પોતાને નામ કર્યા છે. જેમાં સૌથી વિશેષ શેફાલી વર્માનો રહ્યો છે. શેફાલીએ શનિવારે ડેરન સમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અડધી સદી ફટકારનારી સૌથી યુવાન ક્રિકેટર બની ગઈ છે. શેફાલીએ આ બાબતે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 

fallbacks

શેફાલીનો રેકોર્ડ 
આ મેચમાં શેફાલીએ 49 બોલમાં 79 રનની તોફાની બેટિંગ કરી હતી. શેફાલીએ મેચમાં મંધાના સાથે મળીને પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી, જે મહિલા ટીમ ઈન્ડિયામાં કોઈ પણ વિકેટ માટે ટી20નો રેકોર્ડ છે. આ અગાઉ તિરુષી કામિની અને પૂનમ રાઉતે બાંગ્લાદેશ સામે 2013માં 130 રનની ભાગીદારી કરીને કોઈ પણ વિકેટ માટે ટી20નો રેકોર્ડ બનાવ્યો હતો. આ દુનિયાની કોઈ પણ વિકેટ માટે 14મી અને પ્રથમ વિકેટ માટે 8મી સૌથી મોટી ભાગીદારી હતી.

સચિનનો રેકોર્ડ તોડ્યો 
શેફાલીએ 15 વર્ષ 285 દિવસની વયે અડધી સદી ફટકારી છે. શેફાલીએ આ રેકોર્ડ સાથે જ સચિન તેંડુલકરને પણ પાછળ પાડી દીધો છે. સચિને 16 વર્ષ 214 દિવસની વયે ભારત માટે પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. 

મંધાના-શેફાલનીની તોફાની બેટિંગ 
આ અગાઉ શેફાલી વર્મા(73) અને સ્મૃતિ મંધાના(67)ની તોફાની બેટિંગ વડે ભારતીય ટીમે ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શેફાલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ 46 બોલમાં 11 ચોગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 13 બોલમાં 3 ચોગ્ગાની મદધથી 21 અને વેદા કૃષ્ણામૂર્તિએ 7 બોલમાં 15 રનની ઈનિંગ્સ રમી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી શકીરા સેલ્મન અને કેપ્ટન અનિશા મોહમ્મદે 2-2 વિકેટ લીધી હતી. 

fallbacks

પ્રથમ ટી20માં ભવ્ય વિજય 
ભારતે આપેલા 185 રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડીઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 101 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડીઝ માટે શેમેન કેમ્પબેલે સૌથી વધુ 33 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત હેલી મેથ્યુઝે 13, સ્ટેસી એન. કિંગે 13 અને કિશોના નાઈટે 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 જ્યારે દીપ્તી શર્મા અને પૂજા વસ્ત્રાકરે 1-1 વિકેટ લીધી હતી. આ વિજય સાથે જ ભારતીય મહિલા ટીમે 5 મેચની ટી20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને વન ડે શ્રેણીમાં 201થી પરાજય આપ્યો હતો. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More