Home> Sports
Advertisement
Prev
Next

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ શાહરૂખે કહ્યું- ઓછી થશે કોરોનાની અસર, પછી શરૂ થશે રમત


કેકેઆર ફ્રેન્ચાઇઝીના સહ-માલિક બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને આશા વ્યક્ત કરી કે જલદી ચીનથી ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસની અસર પૂરી થશે ત્યારબાદ રમત શરૂ થશે. 
 

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ શાહરૂખે કહ્યું- ઓછી થશે કોરોનાની અસર, પછી શરૂ થશે રમત

મુંબઈઃ મહામારી જાહેર થઈ ચુકેલા કોરોના વાયરસને કારણે આઈપીએલની 13મી સિઝનને હાલ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેના પર ચર્ચા માટે શનિવારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. 

fallbacks

આ બેઠક બાદ કોલકત્તા નાઇટરાઇડર્સના સહ-માલિક બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોને મળવું શાનદાર રહ્યું. બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ બેઠકનો ઇરાદો તે હતો કે અમે બધા શું માનીએ છીએ.'

તેમણે આગળ લખ્યું, 'દર્શકો, ખેલાડીઓના મેનેજમેન્ટ અને જે શહેરોમાં અમે રમશું ત્યાંની સુરક્ષા સૌથી પહેલા છે. કોરોના વાયરસના બચાવ માટે સરકાર જે પણ પગલાં ભરશે, તેને જોતા નિર્ણય લેવામાં આવે. બીસીસીઆઈનો જે પણ નિર્ણય છે, તે સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે.'

કિંગ ખાને સાથે આશા વ્યક્ત કરી કે જલદી વાયરસની અસર સમાપ્ત થશે અને રમત શરૂ થશે. તેમણે લખ્યું, 'આશા કરુ છું કે આ વાયરસની અસર પૂરી થશે અને રમત શરૂ થશે. બીસીસીઆઈ અને ટીમ માલિક સરકારની સાથે નજીકથી કામ કરી રહ્યાં છે ્ને દરેકના સ્વાસ્થ્યની સુરક્ષાને જોતા નિર્ણય લેવામાં આવશે.'

આઈપીએલ-2020નો પ્રારંભ 29 માર્ચથી થવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પણ આ મુદ્દે વાતચીત થઈ હતી. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આઈપીએલ દર્શકો વિનાના સ્ટેડિયમમાં રમાશે પરંતુ તેના પર સહમતિ બની શકી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More