નવી દિલ્હીઃ વિશ્વકપ 2023માં એક નિર્ણયને કારણે ચર્ચામાં આવેલો બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ-અલ હસન ટૂર્નામેન્ટમાંથી બગાર થઈ ગયો છે. ડાબી તર્જનીમાં ઈજાને કારણે તે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023માં ટીમની છેલ્લી મેચ રમી શકશે નહીં. શાકિબને 6 નવેમ્બરે દિલ્હીમાં શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશની લીગ મેચમાં બેટિંગ કરવા દરમિયાન ઈજા થઈ હતી. બાંગ્લાદેશ માટે આ મોટો ઝટકો છે, કારણ કે તેણે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે.
મેચ બાદ એક્સ-રેમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ, જેના કારણે તે 11 નવેમ્બરે પુણેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશની અંતિમ લીગ મેચમાંથી બહાર થઈ ગયો છે. રાષ્ટ્રીય ટીમના ફિઝિયો બાયઝેદુલ ઇસ્લામ ખાને ઈજા વિશે વધુ જાણકારી આપી છે. તેમણે કહ્યું- શાકિબને ઈનિંગની શરૂઆતમાં ડાબી તર્જની પર ઈજા થઈ હતી, પરંતુ તેણે સહાયક ટેપ અને દર્દ નિવારક દવાઓ સાથે બેટિંગ કરવાનું યથાવત રાખ્યું હતું.
આ પણ વાંચોઃ World Cup માં રમી રહેલો આ ચેમ્પિયન છે ખતરનાક બીમારીનો શિકાર છે, ખુદ કર્યો ખુલાસો
તેમણે પોતાના નિવેદનમાં આગળ કહ્યું- મેચ બાદ દિલ્હીમાં તેનો એક્સ-રે થયો જેમાં ડાબા પીઆઈપી સાંધામાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. તે ત્રણથી ચાર સપ્તાહમાં ઠીક થઈ શકે છે. તે પોતાનો રિહેબ શરૂ કરવા માટે આજે બાંગ્લાદેશ રવાનો થશે. શાકિબે 65 બોલમાં 12 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 82 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો.
શાકિબે કમાલની બોલિંગ પણ કરી હતી અને 57 રન આપી બે વિકેટ ઝડપી હતી. વિવાદોથી ભરેલી આ મેચમાં શાકિબ પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. આ મેચમાં શ્રીલંકાના બેટર એન્જેલો મેથ્યુસ વિરુદ્ધ શાકિબે ટાઇમ આઉટની અપીલ કરી હતી અને આ વિવાદને કારણે ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યાં છે. દિગ્ગજ ક્રિકેટરોનું માનવું છે કે શાકિબે રમતની ભાવનાનું સન્માન નથી કર્યું, જ્યારે બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે જો ખોટુ છે તો આઈસીસીએ નિયમમાં ફેરફાર કરવો જોઈએ.
આ પણ વાંચોઃ 2 કારણોસર પાકિસ્તાનનો સેમીફાઈનલનો રસ્તો બન્યો આસાન, ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે