નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia)ના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)ની કેટલી ચર્ચા તેમની રમતને લઇને થાય છે. તેનાથી વધુ તે પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આમ તો કહેવત છે કે પ્રેમ ફક્ત એકવાર થાય છે પરંતુ શેન વોર્ન પર આ કહેવત ફીટ બેસતી નથી. તેમણે એક પછી એક ઘણી છોકરીઓને પોતાનું દિલ આપ્યું. તે પોતાની જીંદગી એટલી છોકરીઓને પ્રેમ કરી ચૂક્યા છે કે તમે પણ જાણીને આશ્વર્ય પામશો. આમ તો તેમની પ્રેમિકાઓની યાદીમાં મોડલ્સથી માંડીને અભિનેત્રી સુધી ઘણી છોકરીઓ સામેલ છે, તો ચાલો આજે આ સ્પેશિયલ સ્ટોરીમાં અમે તમને શેન વોર્નના અફેયર્સ વિશે બતાવીએ.
લિઝ હર્લે
શેન વોર્નના છુટાછેટા વર્ષ 2005માં સિમોન કાલાહન સાથે થઇ ગયા હતા. ત્યારબાદ વોર્ન સતત પોતાના અફેયર્સના લીધે ચર્ચામાં રહ્યા. છુટાછેટા બાદ અભિનેત્રી લિઝ હર્લે સાથે શેન વોર્નનું અફેર સૌથી લાંબું અને ચર્ચામાં રહ્યું. બંને પહેલીવાર 2010માં મળ્યા હતા. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે 2013માં જ બંનેએ બ્રેકઅપ કરી લીધું. સમાચારોનું માનીએ તો લિઝ હર્લેની પોતાના એક એક્સ બોયફ્રેન્ડ સાથે નિકટતા બંનેના બ્રેકઅપનું કારણ ગણાવવામાં આવે છે.
બે મોડલ્સ સાથે એક સમયે અફેયર્સ
વર્ષ 2006માં વોર્નનું નામ બે મોડલ્સ સાથે એકસાથે જોડવામાં આવ્યું, જેમાં એક બોરાલી ન્યૂઝીલેંડથી અને બીજી એમ એક ટીવી પ્રેંજેંટર હતી.
લો સ્ટૂડેન્ટ કૈથરીન
લંડનની લો સ્ટૂડન્ટ કૈથરીન જે શેન વોર્નથી લગભગ 20 વર્ષ નાની હતી, તેમની સાથે શેન વોર્ન ઘણીવાર દેખાયા હતા. સમાચારોનું માનીએ તો બંને વચ્ચે ખૂબ નિકટતા હતી.
મોડલ એમિલી
એમિલી અને વોર્નની પહેલી મુલાકાત વર્ષ 2014માં જુલાઇના મહિનામાં થઇ હતી. ત્યારબાદ વચ્ચે અફેરના સમાચાર ઉડ્યા હતા. એટલું જ નહી શેન વોર્ન એમિલી અને પોતાના ત્રણ બાળકો સાથે યૂરોપ ટૂર પર ગઇ હતી. પરંતુ આ સંબંધ પણ ટકી ન શક્યો, ફક્ત ત્રણ મહિનામાં બંને અલગ થઇ ગયા.
વોર્ન પોતાની લવ લાઇફને લઇને એકવાર ફરી ચર્ચામાં છે. વોર્નનું નામ આજકાલ પોતાના બ્રેસ્ટ ફ્રેંડ માઇકલ ક્લાર્ક (Michael Clarke)ની પૂર્વ પત્ની કાઇલી બોલ્ડી (Kyly Boldy) સાથે જોડવામાં આવી રહ્યું છે. સમાચારો અનુસાર ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડી કાઇલી પર નજર નાખીને બેઠા છે. જોકે વોર્ન સોશિયલ મીડિયા પર કાઇલીના દરેક ફોટાને લાઇક કરી રહ્યા છે. જેથી એવું લાગી રહ્યું છે તે કાઇલી સાથે નિકટતા બનાવવામાં ઉતાવળા છે. અહીં તમને યાદ અપાવી દઇએ કે કાઇલીના આ વર્ષની શરૂઆતમાં છુટાછેડા થયા છે.
આ ઉપરાંત શેન વોર્નનું નામ અમેરિકન સોશિયલ સોસલાઇટ બ્રાઇની એડલ્સ્ટીન, બિઝનેસ વૂમેન મિશન મોન, મોડલ સિમોન ટૂન, બુટીક કામ કરનાર એડલે એંજેલેરી સાથે જોડાઇ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે