Home> Sports
Advertisement
Prev
Next

ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતવાના દાવેદારઃ શેન વોર્ન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્નનું માનવું છે કે, ભારત વિશ્વકપના દાવેદારોમાંથી એક છે. 
 

ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતવાના દાવેદારઃ શેન વોર્ન

નવી દિલ્હીઃ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું માનવું છે કે, ઈંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સાથે-સાથે ભારત વણ આ વર્ષે વિશ્વકપના દાવેદારોમાંથી એક છે. વોર્ને મંગળવારે ટ્વીટર પર લખ્યું, મને વાસ્તવમાં વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયા ફરીથી જીતી શકે છે. મને લાગે છે કે ભારત અને ઈંગ્લેન્ડ પણ તેના દાવેદાર છે. 

fallbacks

ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવી પડશેઃ વોર્ન
તેણે લખ્યું, જેમ આપણે જાણીએ છીએ કે અમારી પાસે પરિસ્થિતિઓ અને મેચ વિજેતા જેવા ખેલાડી છે. જો પસંદગીકાર સારી રીતે પોતાની ભૂમિકા નિભાવે તો ઓસ્ટ્રેલિયા ફરીથી વિશ્વ કપ જીતી શકે છે. ભારતે હાલમાં સીમિત ઓવર ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્ષે વિદેશમાં ન્યૂઝીલેન્ડેને 4-1થી અને ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More