Home> Sports
Advertisement
Prev
Next

Shane warne: શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરનું રિએક્શન આવ્યું, લખ્યું- ભારતીયો માટે તમે સ્પેશિયલ

ઓસ્ટ્રેલિના મહાન ક્રિકેટર શેન વોર્ન આપણી વચ્ચે રહ્યા નથી. સચિન તેંડુલકરે શેન વોર્નના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. બંનેની વચ્ચે ક્રિકેટના મેદાન અને તેની બહાર એક ખાસ સંબંધ રહ્યો.

Shane warne: શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરનું રિએક્શન આવ્યું, લખ્યું- ભારતીયો માટે તમે સ્પેશિયલ

મુંબઈ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં જ તેમને હાર્ટ અટેક આવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં અનેક કીર્તિમાન હાંસલ કરનાર આટલા મોટા દિગ્ગજ ખેલાડીનું આ રીતે ચાલ્યા જવું તે દરેક માટે આંચકા સમાન છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શેન વોર્નને યાદ કર્યા છે. શેન વોર્ન અને સચિન તેંડુલકરનો એક અલગ જ સંબંધ હતો. જેને દરેક ક્રિકેટ ફેને પસંદ પણ કર્યો અને જોયો પણ છે.

fallbacks

સચિને સ્પેશિયલ મેસેજ લખ્યો
સચિન તેંડુલકરે લખ્યું - સ્તબ્ધ. તમારી ખોટ વર્તાશે વોર્ની. મેદાનની અંદર અને બહાર તમારી સાથે કોઈ ક્ષણ કંટાળાજનક હોતી ન હતી. મેદાનની અંદર આપણી પ્રતિદ્ધંદિતા અને બહાર હસી-મજાકને હંમેશા યાદ કરીશ. ભારત માટે તમારા મનમાં એક ખાસ જગ્યા હતી.  અને ભારતીયોના મનમાંતમારા માટે. બહુ ઝડપથી જતા રહ્યા.

સચિન સપનામાં આવતા હતા
શારજાહમાં વર્ષ 1998માં સચિન તેંડુલકરે જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમની સામે ઐતિહાસિક ડેઝર્ટ સ્ટોર્મવાળી ઈનિંગ્સ રમી હતી. તેમાં સૌથી મોટા શિકાર શેન વોર્ન જ બન્યા હતા. 2000ના શરૂઆતના સમયમાં શેન વોર્ન અને સચિન તેંડુલકરની લડાઈ તેની ચરમ સીમાએ હતી. આ જ કારણ છે કે શેન વોર્ને કહ્યું હતું કે સચિન તેમના સપનામાં આવતા હતા.

શેન વોર્ન-સચિન તેંડુલકર મિત્ર રહ્યા
મેદાનની અંદર જેટલી લડાઈ હતી, મેદાનની બહાર બંને તેટલાં જ પાક્કા દોસ્ત બની ગયા. સર ડોનલ્ડ બ્રેડમેનની સાથે સચિન તેંડુલકર અને શેન વોર્નની તસવીર હંમેશા સમાચારમાં રહી. નિવૃતિ પછી શેન વોર્નની સાથે સચિન તેંડુલકર સંપર્કમાં રહ્યા અને બંનેએ અનેક લીગમાં રમત પણ રમી.

કોણે શું કહ્યું
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શેન વોર્નના નિધન પર દુખ વ્યક્ત કર્યું. વિરાટ કોહલીએ લખ્યું કે જીવન કેટલું અપ્રત્યાશિત અન અસ્થિર છે. એક એવા મહાન ખેલાડી જેમને હું મેદાનની બહાર પણ જાણતો હતો. તેમના જવા પર વિશ્વાસ થતો નથી. ક્રિકેટના બોલને ટર્ન કરાવનાારા સૌથી મોટા ખેલાડી.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે લખ્યું કે વિશ્વ ક્રિકેટ માટે દુખદ દિવસ. પહેલા રોડની માર્શ અને હવે શેન વોર્ન. દિલ તૂટી ગયું છે. વોર્નની સાથે રમવાની સુખદ યાદો છે. તે સ્પિનના જાદુગર હતા અને ક્રિકેટના લેજન્ડ. સમય પહેલા ચાલ્યા ગયા. તેમની બહુ ખોટ વર્તાશે. તેમના પરિવારને મારી સંવેદનાઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More