Home> Sports
Advertisement
Prev
Next

શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન'ના અધ્યક્ષ તરીકે નિમણૂક

પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન (એસીએ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વોટસન ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. 

શેન વોટસનની  'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન'ના અધ્યક્ષ તરીકે નિમણૂક

સિડનીઃ પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની (shane watson) 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન' (australian cricketers' association)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેણે કહ્યું કે, રમતની સેવા કરવામાં મદદ મળશે. આ નિમણૂક એસીએની સોમવારે રાત્રે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. 

fallbacks

વોટસને પોતાની નિમણૂક બાદ ટ્વીટ કર્યું, 'હું એસીએનો અધ્યક્ષ પસંદ થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો છું કારણ કે ભવિષ્યમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. મારે તે લોકોના મહત્વના કાર્યોને આગળ વધારવાના છે જેણે આ પહેલા ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ઉત્સાહિત છું. તેનાથી મને તે રમતને પરત આપવામાં મદદ મળશે, જેણે મને આટલું આપ્યું છે.'

વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ, 190 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સતત સારૂ પ્રદર્શન કરતો રહે છે. આ ઓલરાઉન્ડર દસ સભ્યોના બોર્ડનો સભ્ય હશે, જેને ત્રણ નવી નિમણૂકથી વિસ્તાર આપવામાં આવ્યો છે. 

હાલના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સ અને ક્રિસ્ટીન બીમ્સ તથા ક્રિકેટ કોમેન્ટ્રેટર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી લિસા સ્ટાલેકરને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More