નવી દિલ્હીઃ વિશ્વકપની 22મી મેચમાં ભારતે પાકિસ્તાનને DLSના આધાર પર 89 રનથી પરાજય આપ્યો હતો. વિશ્વકપમાં સાતમી વખત છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત વિરુદ્ધ હારી ગઈ છે. ત્યારબાદ પાકિસ્તાનના ફેન્સ ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે. તો પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ટીમની ટીકા કરી હતી. તેણે કેપ્ટનને મામૂ ગણાવ્યો હતો. તેણે પાકિસ્તાનની હાર માટે કેપ્ટન સરફરાઝ અહમદને જવાબદાર ઠેરવ્યો હતો.
શોએબે પોતાની યૂ-ટ્યૂબ ચેનલના માધ્યમથી કહ્યું, સરફરાઝ અહમદ એક બ્રેનલેસ કેપ્ટન છે. તેણે તે ભૂલ કરી, જે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને સારી પિચ પર બેટિંગ કરાવી હતી. ભારતે પાકિસ્તાન સામે 336 રન બનાવી લીધા. આ ભૂલ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી હતી. તેણે આગળ કહ્યું, હું વિચારી શકતો નથી કે સરફરાઝ આટલો બ્રેનલેસ કેપ્ટન હોઈ શકે છે. તે કેમ ભૂલી ગયો કે પાકિસ્તાની ટીમ લક્ષ્યનો પીછો કરવામાં માહેર નથી. બોલિંગ અમારી તાકાત છે. અમે અડધી મેચ જીતી લીધી હતી જ્યારે સરફરાઝે ટોસ જીતી લીધો હતો. પરંતુ તેણે ખોટો નિર્ણય લીધા અને મેચ હારવાના તમામ પ્રયત્નો કર્યા.
શોએબે મેનેજમેન્ટની પણ આલોચના કરી હતી. તેણે કહ્યું, અમારૂ મેનેજમેન્ટ બેવકૂફ છે. તો કેપ્ટન મેનેજમેન્ટની સામે મામૂ બની ગયો છે. તેને (સરફરાઝ)ને તે પણ ખ્યાલ નથી કે નિર્ણયો કેમ લેવામાં આવે છે. તે 10માં ધોરણના બાળકની જેમ કામ કરી રહ્યો છે. કેપ્ટનને જેટલું શીખાડવામાં આવે છે, તે એટલું ફીલ્ડમાં કરીને આવે છે.
વર્લ્ડ કપ 2019: ભારતને બીજો ઝટકો, સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ભુવી 2-3 મેચ માટે બહાર
શોએબે ટીમની બેટિંગ અને બોલિંગ પર પણ સવાલ કર્યાં હતા. તેણે બાબર આઝમ પર સ્ટ્રાઇક રોટેટ ન કરવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તો ઓપનર ઇમામને ટેકનિક વગરનો બેટ્સમેન ગણાવ્યો હતો. શોએબ મલિકની બેજવાબદાર બોલિંગને લઈને પર સવાલો કર્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે