Home> Sports
Advertisement
Prev
Next

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વેદશ પરત ફરશે શોએબ મલિક, PCBએ કારણ સ્પષ્ટ ન કર્યું

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમવા ગઈ છે. 
 

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વેદશ પરત ફરશે શોએબ મલિક, PCBએ કારણ સ્પષ્ટ ન કર્યું

લાહોરઃ પાકિસ્તાનનો અનુભવી બેટ્સમેન શોએબ મલિક વ્યક્તિગત કારણોથી ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી 10 દિવસ માટે સ્વદેશ પરત ફરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે આ જાણકારી આપી હતી. 

fallbacks

પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, 'પાકિસ્તાન ક્રિકટ ટીમ મેનેજમેન્ટ શોએબ મલિકને રજા આપી જેથી તે સ્વદેશ પરત ફરીને ઘરેલૂ મુદ્દાને ઉકેલી શકે.' તેના 10 દિવસમાં ટીમ સાથે જોડાવાની સંભાવના છે. 

પરંતુ બોર્ડે આ અનુભવી ક્રિકેટરને આ પ્રકારથી રજા આપવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. નિવેદન અનુસાર, 'પીસીબી આગળ કોઈ ટિપ્પણી કરશે નહીં અને તમામ સંબંધિત લોકો પાસેથી શોએબની ગોપનીયતાનું સન્માન કરવાની આશા કરે છે.'

મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમશે. નાર્થમ્પટનશાયર વિરુદ્ધ પાકિસ્તાના બીજા ઘરેલૂ મેચથી થોડી કલાકો પહેલા આ જાહેરાત થઈ હતી. 

આ બ્રેકને કારણે મલિક ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેએ એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય અને આઠ મેએ પ્રથમ વનડે મેચ રમી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More