Manchester City Footballer : મોટા ખેલાડીઓ ઘણા લોકો માટે રોલ મોડેલ છે. તે વૈભવી જીવન જીવે છે અને ચાહકો તેના જેવા બનવા માંગે છે. જોકે, જ્યારે તેમના કારનામા સામે આવે છે ત્યારે શરમ આવે છે. હવે એક અનુભવી ખેલાડીએ પોતાના દાવાથી ખેલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફૂટબોલર પર બળાત્કારનો આરોપ છે.
ખેલાડીએ કર્યો દાવો
જે ખેલાડીનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તે માન્ચેસ્ટર સિટીનો ફુટબોલર બેન્જામિન મેન્ડી (Benjamin Mendy)છે. મેન્ડી પર બળાત્કાર અને રેપના પ્રયાસોના આરોપમાં બીજીવાર કેસ ચલાવવામાં આવી રહ્યો છે. ઘણા બ્રિટિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્જામિન મેન્ડીએ કથિત રીતે દાવો કર્યો છે કે તે 10000 મહિલાઓ સાથે સૂતો છે.
આ પણ વાંચોઃ World Cup 2023: 48 વર્ષમાં પ્રથમવાર બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વર્લ્ડકપમાંથી બહાર
10 હજાર મહિલાઓ સાથે સેક્સ
મેન્ડીનો માન્ચેસ્ટર સિટીની સાથે કરાર શનિવારે સમાપ્ત થઈ ગયો છે. તેના પર ઓક્ટોબર 2020માં મોટ્રમ સેન્ટ એન્ડ્ર્યૂ, ચેશાયરમાં પોતાની હવેલીમાં ત્યારે 24 વર્ષની એક મહિલા પર હુમલો કરવાનો પણ આરોપ છે. બીબીસી અને ધ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર મેન્ડીએ એક યુવતી સાથે બળાત્કાર કર્યો. પછી તેણે કહ્યું- આ ઠીક છે, મેં 10000 મહિલાઓ સાથે સેક્સ કર્યું છે.
પહેલા કર્યું હતું ખંડન
વર્ષ 2018માં ફ્રાન્સની સાથે વર્લ્ડ કપ વિજેતા મેન્ડીએ દાવાનું ખંડન કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં થયેલી તેની છેલ્લી સુનાવણી દરમિયાન જૂરી સભ્ય 2 અલગ-અલગ મહિલાઓ સાથે જોડાયેલા આરોપો પર કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. જાન્યુઆરીમાં કેસ ખતમ થયા બાદ ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજે છ મહિલાઓ અને છ પુરૂષોની જૂરીને જણાવ્યું હતું કે મેન્ડીને અન્ય મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા અપરાધો માટે દોષિ જાણવા મળ્યો નહીં. મેન્ડી હવે એક ફ્રી એજન્ટ છે જે 2017માં ફ્રેન્ચ ક્લબ મોનાકોથી માન્ચેસ્ટર સિટીમાં સામેલ થયો હતો. તેણે સિટી માટે 75 મેચ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે