Punjab Kings New Captain IPL 2025: પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ડિસેમ્બર 2024માં ઓક્શનમાં ફ્રેન્ચાઇઝી દ્વારા સામેલ કરવા આવેલ બેટ્સમેન શ્રેયસ અય્યર અને હેડ કોચ રિકી પોન્ટિંગ ફરીથી હાથ મિલાવશે. અય્યર અને પોન્ટિંગ અગાઉ દિલ્હી કેપિટલ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. પંજાબ કિંગ્સે સલમાન ખાનના ટીવી શો બિગ બોસમાં તેમના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. શ્રેયસ અય્યરને IPL મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અય્યર માટે શાનદાર વર્ષ
2024 અય્યર માટે શાનદાર વર્ષ રહ્યું છે. અય્યર મુંબઈની ટીમનો ભાગ હતો. જેમાં રણજી અને ઈરાની ટ્રોફી જીતાવી હતી. અય્યર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન્સી કરી હતી. તેમની કેપ્ટન્સીમાં કોલકાતાની ટીમ ચેમ્પિયન બની હતી. તાજેતરમાં તેમના નેતૃત્વ હેઠળ મુંબઈએ તેની બીજી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે.
ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર, IPL 2025ની તારીખ જાહેર; આ દિવસથી શરૂ થશે ટૂર્નામેન્ટ
શ્રેયસ અય્યરે શું કહ્યું?
30 વર્ષીય શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સ મેનેજમેન્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું સન્માનિત છું કે ટીમે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું કોચ પોન્ટિંગ સાથે ફરી કામ કરવા આતુર છું. ટીમ મજબૂત દેખાય રહી છે, જેમાં ક્ષમતા અને પ્રદર્શન કરનાર ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. હું આશા રાખું છું કે હું મેનેજમેન્ટ દ્વારા દર્શાવેલ વિશ્વાસને પૂરો કરવા માટે મારી પ્રથમ ટ્રોફી હાસિલ કરીશ."
રિકી પોન્ટિંગના કર્યા વખાણ
હેડ કોચ રિકીએ કહ્યું કે, “શ્રેયસ પાસે રમત માટે ખૂબ જ સારું દિમાગ છે. કેપ્ટન તરીકે તેની ક્ષમતાઓ ટીમને પ્રદર્શન કરવામાં સક્ષમ બનાવશે. મેં પહેલા પણ આઈપીએલમાં અય્યર સાથે મારો સમય વિતાવ્યો છે અને હું તેની સાથે ફરી કામ કરવા આતુર છું. તેના નેતૃત્વ અને ટીમની પ્રતિભાને કારણે હું આગામી સિઝન માટે ઉત્સાહિત છું.”
માધુરી દીક્ષિત, ગૌરી ખાન... આ સેલિબ્રિટીઓએ ખરીદ્યા ઓયોના શેર, જાણો કેટલામાં ખરીદ્યા?
પંજાબ કિંગ્સના સીઈઓ છે અય્યરના ફેન
પંજાબ કિંગ્સના સીઈઓ સતીશ મેનને કહ્યું કે, "અમે શ્રેયસને અમારા કેપ્ટન તરીકે ઓળખાવ્યો હતો અને ઓક્શનના પરિણામથી ખુશ હતા. તેમણે પહેલા જ ફોર્મેટમાં પોતાને માસ્ટર સાબિત કરી દીધો છે અને ટીમ માટે તેની દ્રષ્ટિ અમારા લક્ષ્યો સાથે સંપૂર્ણ રીતે મેલ ખાઈ છે. એય્યર અને પોન્ટિંગ સાથે ફરીથી હાથ મિલાવ્યા પછી અમને વિશ્વાસ છે કે અમારી ટીમ પાસે એક મજબૂત નેતૃત્વ જૂથ છે જે અમને અમારા પ્રથમ ટાઇટલ સુધી લઈ જશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે