Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : હાથ ન મિલાવ્યો, જાહેરમાં કર્યું અપમાન...શશાંક સિંહ પર કેમ ગુસ્સે થયો શ્રેયસ ઐય્યર ?

Shreyas Iyer on Shashank Singh : IPL 2025ની ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું અને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. મેચ પછી શ્રેયસ ઐયરનો તેના સાથી શશાંક સિંહ પર ગુસ્સે થતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે.

IPL 2025 : હાથ ન મિલાવ્યો, જાહેરમાં કર્યું અપમાન...શશાંક સિંહ પર કેમ ગુસ્સે થયો શ્રેયસ ઐય્યર ?

Shreyas Iyer on Shashank Singh : IPL 2025ની ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 8 છગ્ગાનો સમાવેશ થાય છે. પંજાબને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક હતો. 19મી ઓવરમાં ટીમે 5 વિકેટ ગુમાવીને જીત મેળવી. 19મી ઓવરમાં શ્રેયસ ઐયરે અશ્વિની કુમારની ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા અને 26 રન બનાવીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.

fallbacks

10મી ઓવરના છેલ્લા બોલે મુંબઈના ખેલાડીએ કરેલી આ ભૂલ પડી ગઈ ભારે ! હાથમાંથી ગઈ મેચ

ઐયર શશાંક પર થયો ગુસ્સે 

પંજાબ કિંગ્સની આ જીત છતાં એક વિવાદ સામે આવ્યો. મેચ પછીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર પોતાના જ સાથી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. મેચ પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે શશાંક સિંહ ઐયરની સામે આવ્યો. ઐયરે ખૂબ ગુસ્સાથી કંઈક કહ્યું. તેણે શશાંક સાથે હાથ પણ મિલાવ્યો નહીં અને આગળ વધ્યો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐયરે શશાંકને અપશબ્દો પણ કહ્યા.

મુંબઈ જીતી જાત...પરંતુ શ્રેયસ ઐયરે 3 બોલમાં પલટી બાજી, આ હતો મેચનો ટર્નિંગ પોઈન્ટ 

શશાંકે સસ્તામાં આપી દીધી વિકેટ 

આ મેચમાં શશાંક સિંહે તેની વિકેટ સસ્તામાં આપી દીધી હતી. શશાંક 17મી ઓવરના ચોથા બોલ પર રન આઉટ થયો. ટ્રેન્ટ બોલ્ટનો બોલ મિડ-ઓન પર રમ્યા પછી તે આરામથી દોડી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા હાર્દિક પંડ્યાએ બોલ ઉપાડ્યો અને ઝડપથી ફેંક્યો. શશાંકને લાગ્યું કે તે ક્રીઝ પાછળ રહી જશે. તેણે સ્પીડ વધારી પણ ત્યાં સુધીમાં હાર્દિક પંડ્યાનો થ્રો વિકેટ પર અથડાયો હતો અને તે આઉટ થયો હતો.

 

ઐયરે આ સીઝનમાં 600થી વધુ રન બનાવ્યા

શ્રેયસ ઐયરે આ IPL સીઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે. તેણે 16 મેચની 16 ઇનિંગ્સમાં 603 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 55 અને સ્ટ્રાઇક રેટ 176 હતો. તેના બેટથી 6 અર્ધશતક આવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન હતો, જે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More