નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) ક્રિકેટર શ્રેયસ અય્યર (Shreyas Iyer) તેના ખભાની ઈજાથી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તે ઇંગ્લેન્ડની પ્રખ્યાત વનડે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
રોયલ લંડન કપની બહાર
ઇંગ્લિશ કાઉન્ટીની (English County) ટીમ લંકાશાયરએ (Lancashire) તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરને (Shreyas Iyer) રોયલ લંડન કપ 2021 થી (Royal London Cup 2021) બહાર કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Tokyo Olympics 2020: જાણો ભારતીય પુરૂષ હોકી ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
સંપૂર્ણપણે ફિટ નથી
શ્રેયસ અય્યર (Shreyas Iyer) હજી તેની ઈજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી, તેથી તેને રોયલ લંડન કપ 2021 થી (Royal London Cup 2021) પીછેહઠ કરવાનો નિર્ણય લેવો પડ્યો. નોંધપાત્ર વાત એ છે કે અય્યર ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો:- Olympics માં ભારત તરફથી કયો ઘોડો દોડશે? કોણ હશે ઘોડેસવાર? ફવાદ અને ડજારાની જોડી વિશે જાણો
We hope to see you back out on the cricket field soon, @ShreyasIyer15! 🤞
— Lancashire Cricket (@lancscricket) July 19, 2021
શું IPL 2021 માં રમશે?
હવે સવાલ એ ઉભો થાય છે કે શું શ્રેયસ અય્યર (Shreyas Iyer) આઈપીએલ 2021 ના (IPL 2021) બીજા ભાગમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમી શકશે? અય્યરે અગાઉ આશા વ્યક્ત કરી છે કે યુએઈમાં (UAE) યોજાનારી ટી -20 માટે તે ફિટ થઈ જશે, કદાચ તેથી જ તેણે રોયલ લંડન કપમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે જેથી તેને વધુ આરામ મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે