Shubman Gill Relationship : ભારતના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ ફક્ત મેદાન પરના પ્રદર્શન માટે જ નહીં પરંતુ તેની ડેટિંગ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. IPL 2025માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહેલા ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર, બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અન્ય ઘણી સેલિબ્રિટીઝ સાથે જોડવામાં આવ્યું છે. આ દરમિયાન 25 વર્ષીય ગિલે ડેટિંગની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે સત્ય બધાની સામે મૂક્યું, જે તેના ચાહકો લાંબા સમયથી જાણવા માટે ઉત્સુક હતા.
સારા તેંડુલકર, સારા અલી ખાન કે બીજું કોઈ...?
લાંબા સમયથી શુભમન ગિલનું નામ સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું છે. એટલું જ નહીં ગિલની બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. તાજેતરમાં ગિલના ટેલિવિઝન અભિનેત્રી અવનીત કૌર સાથે પણ ડેટિંગના સમાચાર ફેલાઈ રહ્યા હતા. આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા, ગિલે સ્પષ્ટ કર્યું કે તે ત્રણ વર્ષથી વધુ સમયથી સિંગલ છે અને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું.
Shubman Gill has finally said it about his dating rumours with sara tendulkar. pic.twitter.com/GrThDLxCoR
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025
ગિલે પોતે ખોલ્યું રહસ્ય
ગિલે આખરે બધી ડેટિંગ અફવાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને ખુલાસો કર્યો છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી સિંગલ છે. એક ઇન્ટરવ્યુમાં ગિલે ડેટિંગ અફવાઓને સંપૂર્ણપણે 'મૂર્ખતાપૂર્ણ' ગણાવી હતી. તેણે કહ્યું, 'હું ત્રણ વર્ષથી સિંગલ છું અને ઘણી બધી અટકળો અને અફવાઓમાં મને જુદા જુદા લોકો સાથે જોડે છે. આ અફવાઓ એટલી મૂર્ખતાપૂર્ણ છે કે મેં મારા જીવનમાં તે વ્યક્તિને જોઈ પણ નથી કે મળ્યો પણ નથી જેની સાથે મારું નામ જોડવામાં આવી રહ્યું છે.'
'હું મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું'
આ સ્ટાર બેટ્સમેને આગળ કહ્યું, 'હું જાણું છું કે હું મારી કારકિર્દીમાં શું કરવા માંગુ છું તેના પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરું છું. મારા જીવનમાં કોઈની સાથે રહેવા માટે મારી પાસે સમય નથી. અમે વર્ષમાં લગભગ 300 દિવસ મુસાફરી કરીએ છીએ, તેથી કોઈની સાથે રહેવા અથવા સંબંધ માટે જરૂરી સમય પસાર કરવા માટે સમય નથી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે