Home> Sports
Advertisement
Prev
Next

Shubman Gill નો આઇપીએલમાં વધુ એક મોટો રેકોર્ડ, વિરાટને પાછળ છોડી બન્યો નંબર 1

CSK vs GT: IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં શુભમન ગિલે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. એક કિસ્સામાં તેણે એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા બેટ્સમેનોને પણ પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં તેણે વિરાટ કોહલીને પણ માત આપી છે.

Shubman Gill નો આઇપીએલમાં વધુ એક મોટો રેકોર્ડ, વિરાટને પાછળ છોડી બન્યો નંબર 1

Shubman Gill Becomes Number-1: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે શુબમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાત માટે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગીલે થોડા રન બનાવતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવી લીધો હતો. આ મામલે તેણે ઘણા દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત તેણે વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.

fallbacks

Best Mileage વાળી બાઇક જોઇએ? આ 10 માંથી કોઇપણ ખરીદી લો, 70KM થી વધુ દોડશે
Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં

શુભમને પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
શુભમન ગિલ આ મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો ન હતો. તેણે 20 બોલમાં 39 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ અડધી સદી તરફ આગળ વધી રહેલા ગિલને ધોનીના બોલ પર સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. આ રન સાથે તે IPLની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ મામલે વિરાટ કોહલી સૌથી આગળ છે. જેણે 2016 IPLમાં 973 રન બનાવ્યા હતા, જ્યારે ગિલે વર્તમાન સિઝનમાં 890 રન બનાવ્યા હતા. ગિલે આ મેચમાં જોસ બટલરનો 863 રનનો રેકોર્ડ તોડ્યો હતો.

WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ

વિરાટ કોહલીનો રેકોર્ડ તૂટ્યો
વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડીને ગિલ નંબર-1 બન્યો હતો. જોકે, ગિલે એક સિઝનમાં સ્પિન બોલરો સામે સૌથી વધુ રન બનાવવાનો કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ 2016 IPLમાં સ્પિન બોલરો સામે 364 રન બનાવ્યા હતા. વિરાટનો આ રેકોર્ડ હવે શુભમન ગીલે તોડ્યો છે. તેણે આ મેચમાં સ્પિન બોલરો સામે 2 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ગિલે આ સિઝનમાં સ્પિન બોલરો સામે 378 રન બનાવ્યા છે.

ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ
શુભમન ગિલ વર્તમાન સિઝનમાં ઓરેન્જ કેપ રેસમાં સૌથી આગળ છે. આ મેચમાં 39 રન બનાવ્યા બાદ તેના હવે આઈપીએલ 2023માં 890 રન છે અને તે નિશ્ચિત છે કે આ સિઝનમાં ઓરેન્જ કેપ તેના માથા પર હશે કારણ કે તેની આસપાસ કોઈ બેટ્સમેન નથી જે આ મેચમાં રમી રહ્યો હોય. ગિલે વર્તમાન સિઝનમાં ઘાતક બેટિંગ કરતાં ચાર અડધી સદી અને 3 સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 157.80 હતો.

પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More