Home> Sports
Advertisement
Prev
Next

શુભમન ગિલે કરી મોટી ભૂલ...એક ફોટો લીક થતાં BCCIને લાગી શકે છે મોટો ઝટકો, થશે કરોડોનું નુકશાન !

Shubman Gill : શુભમન ગિલનું મેદાન પર પ્રદર્શન શાનદાર હતું, પરંતુ આ દરમિયાન તે વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. શુભમન ગિલ જ્યારે ભારતીય ટીમની બીજી ઇનિંગ ડિકલેર કરવા માટે ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે નાઇકીની કાળા કલરની બનિયાન પહેરેલી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
 

શુભમન ગિલે કરી મોટી ભૂલ...એક ફોટો લીક થતાં BCCIને લાગી શકે છે મોટો ઝટકો, થશે કરોડોનું નુકશાન !

Shubman Gill : શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટ મેચ 336 રનથી જીતી હતી. આ જીતને કારણે ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. લીડ્સમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે કરેલા શાનદાર વાપસીનો હીરો કેપ્ટન શુભમન ગિલ હતો.

fallbacks

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને રેકોર્ડ સર્જ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં, શુભમન ગિલે 30 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 269 રન બનાવ્યા હતા, જે તેનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર હતો. બીજી ઇનિંગ્સમાં તેના બેટથી 161 રન નીકળ્યા. એટલે કે, આ મેચમાં શુભમનનો કુલ સ્કોર 430 રન હતો, જે એક ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન માટે સૌથી વધુ છે.

શુભમન આ કારણે વિવાદમાં 

ભારતીય કેપ્ટન શુભમન ગિલ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે રમતના ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગ ડિકલેર કરતી વખતે કેપ્ટન ગિલે નાઇકીની કાળા કલરની બનિયાન પહેરી હતી, આને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.

 

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમનો સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસ છે અને બીસીસીઆઈ સાથે તેનો કરાર માર્ચ 2028 સુધીનો છે. આ કરાર મુજબ, ભારતની પુરુષ ટીમ, મહિલા ટીમ અને તમામ વય જૂથોની ક્રિકેટ કિટ એડિડાસ દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં શુભમન ગિલ બીજી કંપનીના લોગોવાળી કિટ પહેરીને આ કરારના ઉલ્લંઘનના દાયરામાં આવી શકે છે.

જ્યારે ગાંગુલીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું

શુભમન ગિલના ફોટો અને વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ રમુજી રીતે પ્રતિક્રિયા આપી, જ્યારે કેટલાકે તેને બીસીસીઆઈના વ્યવસાયિક નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે બીસીસીઆઈ ગિલ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં.

2006-07માં, સૌરવ ગાંગુલીને પુમા હેડબેન્ડ પહેરવા બદલ સજા કરવામાં આવી હતી કારણ કે તે સમયે નાઇકી કિટ સ્પોન્સર હતું. તે ઘટના પછી બીસીસીઆઈએ ખેલાડીઓને એવા પોશાકથી દૂર રહેવાના નિર્દેશો જારી કર્યા હતા, જે નિયમોના ઉલ્લંઘનના દાયરામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More