Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની રંગ-બેરંગી ફુટેજ વાયરલ


સર્વકાલિન મહાન બેટ્સમેનોમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની એક ફુટેજને નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કિવ ઓફ ઓસ્ટ્રેલિયાએ જારી કરી છે.

VIDEO: ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની રંગ-બેરંગી ફુટેજ વાયરલ

નવી દિલ્હીઃ સર્વકાલિન મહાન બેટ્સમેનોમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની એક ફુટેજને નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કિવ ઓફ ઓસ્ટ્રેલિયાએ જારી કરી છે. NFSA દ્વારા પોતાની વેબસાઇટ પર જારી આ ફુટેજમાં બ્રેડમેન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર એક કિપ્પેક્સ અને ડબ્લ્યૂએ ઓલ્ડફીલ્ડ વચ્ચે 26 ફેબ્રુઆરી 1949ના પ્રદર્શની મેચમાં રમી રહ્યાં હતા. 

fallbacks

એએફએસએએ કહ્યું કે, 16 એમએમની આ ફુટેજને જોર્જ હોબ્સ દ્વારા શૂટ કરવામાં આવી તેમ માનવામાં આવી રહ્યું છે જેણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એસીબી સૂચના વિભાગ માટે કેમેરાપર્સન તરીકે કામ કર્યું હતું અને બાદમાં એબીસી ટીવી પર રહ્યાં હતા. 66 સેકેન્ડના આ વીડિયોમાં અવાજ નથી, પરંતુ એમસીજી પર 41000 દર્શકોને જોઈ શકાય છે. 

સર ડોન બ્રેડમેન જેવું કોઈ નહીં
મહત્વનું છે કે સર ડોન બ્રેડમેને પોતાના ક્રિકેટ કરિયરમાં કુલ 52 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 6996 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 29 સદી અને 13 અડધી સદી પટકારી હતી. તેમની એવરેજ 99.94ની હતી જે એક વર્લ્ડ રેકોર્ડ છે. 11 જુલાઈ 1930ના લીડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં તેમણે એક દિવસમાં 309 રન બનાવી દીધી હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. 

કોઈ એક દેશ વિરુદ્ધ 5000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સર ડોન બ્રેડમેનના નામે છે. જેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ કુલ 5028 રન બનાવ્યા હતા. તો 1930ની એશિઝ સિરીઝ દરમિયાન તેમણે 974 રન બનાવ્યા હતા. બ્રેડમેને પોતાના કરિયરમાં 12 બેવડી સદી ફટકારી હતી. આ રેકોર્ડ હજુ પણ યથાવત છે. 2009માં તેમને આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

100ની એવરેજ મેળવવાથી ચુકી ગયા બ્રેડમેન
પોતાની અંતિમ ટેસ્ટ ઈનિંગમાં પોતાના કરિયર એવરેજને 100 સુધી લઈ જવા માટે બ્રેડમેનને માત્ર 4 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બીજો બોલ રમતા બોલ્ડ થઈ ગયા હતા. તેમની આ ડ્રીમ વિકેટ ઇંગ્લિશ લેગબ્રેક ગુગલી બોલર એરિક હોલીઝને મળી હતી. બ્રેડમેન ટેસ્ટ કરિયરમાં 7000 રન બનાવવાથી પણ ચુકી ગયા હતા. આખરે 52 ટેસ્ટ મેચોમાં 99.94ની એવરેજથી 6996 રનની સાથે તેમણે ક્રિકેટને અકવિદા કહી દીધું હતું. 

બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં 29 સદી અને 13 અડધી સદી ફટકારી હતી. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ડોને 234 મેચોમાં 95.14ની એવરેજથી 28067 રન બનાવ્યા, જેમાં તેમના નામે 117 સદી અને 69 અડધી સદી નોંધાયેલી છે. ક્રિકેટના આ બાદશાહે 25 ફેબ્રુઆરી 2001ના 92 વર્ષ 182 દિવસની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More