Home> Sports
Advertisement
Prev
Next

Video Viral: સામે આવી અભિનેત્રી સાથેની હાર્દિકની હરકતો! શું છૂટાછેડાનું આ છે કારણ?

Hardik pandya and ananya pandey: ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લાં કેટલાંક સમયથી ખુબ જ ચર્ચામાં છે. આઈપીએલમાં મુંબઈની કેપ્ટનશિપ હોય, વર્લ્ડ કપ ફાઈનલમાં તેની છેલ્લી ઓવર હોય કે પછી જીત બાદ તેના છૂટાછેડા....હવે હાર્દિક પંડ્યાનો એક જાણીતી અભિનેત્રી સાથેની વીડિયો સામે આવ્યો છે.

Video Viral: સામે આવી અભિનેત્રી સાથેની હાર્દિકની હરકતો! શું છૂટાછેડાનું આ છે કારણ?

Hardik pandya and ananya pandey: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનું લગ્ન જીવન હવે તૂટી ચુક્યું છે. બન્નેના સંબંધોનો અંત આવી ચુક્યો છે. ખુદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને પત્ની સાથેના છૂટાછેડાની વાતને સત્તાવાર સમર્થન જાહેર કર્યું હતું. છૂટાછેડા બાદ તેની પત્ની પોતાના પુત્રને લઈને ભારત છોડી પોતાના વતન પરત ફરી ચુકી છે. પણ હાર્દિક પંડ્યાની ચર્ચાઓ ઓછી થતી નથી. ઓન ધ ફિલ્ડ હોય કે પછી ઓફ ધ ફિલ્ડ આ ખેલાડી હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે.

fallbacks

પત્ની સાથે છૂટાછેડાના તુરંત બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો બોલીવુડની એક જાણીતી અભિનેત્રી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો હવે હાર્દિક પંડ્યા અને આ અભિનેત્રી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતની પણ ચર્ચા કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને આ એકટ્રેસ બન્ને એ એક બીજાને ફોલો કરવાનું પણ શરૂ કરી દીધું છે. બીજું કોઈ નહીં આ અભિનેત્રી છે જાણીતા અભિનેતા ચંક્કી પાંડેની પુત્રી અને બોલીવુડ સ્ટાર અનન્યા પાંડે. 

અનંત અંબાણીના લગ્નમાં હાર્દિક પંડ્યાની અનન્યા પાંડે સાથેની કેટલીક હરકતોનો વીડિયો સામે આવ્યો છે. હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે. આ બન્ને વચ્ચે કોઈ ચક્કર ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચામાં છે. 

શું ખરેખર હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકબીજાને કરી રહ્યા છે ડેટ? 
હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે ના ડેટિંગ ના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ જ્યારથી અનંત અને રાધિકા ની જાન માં સાથે ડાન્સ કર્યો છે ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે આની વચ્ચે હાર્દિક અને અનન્યા સોશિયલ મીડિયા પ[ર એકબીજા ને ફોલો કરવાનું પણ શરૂ કરી દીધું છે. અધૂરામાં પૂરું હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક દ્વારા અલગ થવાની જાહેરાતે ડેટિંગની અટકળોને વધુ વેગ આપ્યો છે.
 

 

હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે ના સંબંધની હકીકત-
અનન્યા પાંડેની નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં કહ્યું કે, ‘અભિનેત્રી અને હાર્દિક પંડ્યા વચ્ચેના અફેરના સમાચારમાં કોઈ સત્ય નથી. અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાએ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સાથે સમય વિતાવ્યો કારણ કે તેમના વાઇબ્સ મેળ ખાતા હતા. અનન્યા પાંડે દરેકને મળે છે તેની સાથે મૈત્રીપૂર્ણ બને છે અને મોટાભાગના લોકો સાથે તે સારી રીતે હળીમળી જાય છે. અનન્યાનું ફોક્સ હાલ માત્રને માત્ર પોતાના કામ અને કરિયર પર છે. અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાના અફેરની વાતો તદ્દન ખોટી છે.’તમને જણાવી દઈએ એક અનન્યા પાંડે નું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાઈ ચૂક્યું છે મીડિયા રિપોર્ટ મુજબ અનન્યા અને આદિત્યનું બ્રેકઅપ થઇ ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More