Home> Sports
Advertisement
Prev
Next

Australian Open: મુગુરૂઝાને હરાવી કેનિને જીત્યું કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ

અમેરિકાની 21 વર્ષની યુવા ટેનિસ ખેલાડી સોફિયા કેનિને શનિવારે પોતાના કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીતી લીધું છે. 

Australian Open: મુગુરૂઝાને હરાવી કેનિને જીત્યું કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ

મેલબોર્નઃ અમેરિકાની 21 વર્ષની યુવા ટેનિસ ખેલાડી સોફિયા કેનિને શનિવારે પોતાના કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીતી લીધું છે. વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમમાં સોફિયાએ મહિલા સિંગલ વર્ગની ફાઇનલમાં સ્પેનની ગાર્બિને મુગુરૂઝાને પરાજય આપીને ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી કબજે કરી છે. 

fallbacks

વર્લ્ડ નંબર-15 કેનિને વર્લ્ડ નંબર-32 મુગુરૂઝાને 4-6, 6-2, 6-2થી હરાવી હતી. આ મેચ બે કલાક ત્રણ મિનિટ સુધી ચાલી હતી. સોફિયા પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી રહી હતી. આ તેનું ત્રીજું ઓસ્ટ્રેલિયા ઓપન હતું. 2018માં તે પ્રથમ અને 2019માં તે બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. મુગુરૂઝાનો પ્રયત્ન પોતાના ત્રીજા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનો હતો. તે 2016માં ફ્રેન્ચ ઓપન અને 2017માં વિમ્બલ્ડન જીતી ચુકી છે. 2015માં તે વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ રનર્સઅપ રહી હતી. 

સ્પેનિશ ખેલાડી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ ટાઇટલથી વંચિત રહી ગઈ. મેચ બાદ સોફિયાએ કહ્યું, 'હું મુગુરૂઝાને શુભેચ્છા આપુ છું. આ શાનદાર મેચ હતી. આશા છે કે તમે આગળ વધુ ફાઇનલ રમો. હું બસ એટલું કહેવા ઈચ્છું છું કે આજે મારૂ સપનું હકીકતમાં પરિવર્તિત થયું છે. હું ખુબ ભાવુક છું. સપના સાચા પડે છે, મારૂ પણ પડ્યું છે. જેણે મારૂ સમર્થન કર્યું ખાસ કરીને મારા પિતાની આભારી છું.'

મુગુરૂઝાએ કેનિનના બે એસના મુકાબલે નવ એસ લગાવ્યા હતા. ડબલ ફોલ્ટના રૂપમાં મુગુરૂઝાએ સોફિયાને ચેમ્પિયનશિપ પોઈન્ટ આપ્યો. મેચમાં સોફિયાએ એકપણ ડબલ ફોલ્ટ નથી લગાવ્યો જ્યારે સ્પેનિશ ખેલાડીએ આઠ ડબલ ફોલ્ડ લગાવ્યા હતા. મેચ બાદ મુગુરૂઝાએ કહ્યું, 'હું ખુબ ભાવુક છું. સોફિયા તું જે રીતે રમી તે કારણે તું ટ્રોફીની હકદાર હતી, તને શુભેચ્છા. હું તે બધા લોકોનો આભાર વ્યક્ત કરુ છું જેણે મારૂ સમર્થન કર્યું છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More