Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા તેની ગ્રુપ સ્ટેજની પ્રથમ બે મેચો જીતી લીધી છે અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રુપ Aમાં તેને હવે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે. ન્યુઝીલેન્ડ પણ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ગ્રુપની છેલ્લી મેચ બંને ટીમો માટે વોર્મ-અપ બની રહેશે. આ મેચમાં નજર ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે.
ગુજરાતમાં વાવાઝોડાની અસર થશે? આજે અહીં કરા સાથે જોરદાર પવન ફૂંકાશે, દેખાશે ભયાનક અસર
વિરાટ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે
કોહલી માટે આ ટુર્નામેન્ટ અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. દુબઈની આકરી ગરમીમાં વિરાટે અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન માત્ર 7 ચોગ્ગા જ માર્યા હતા. કોહલીએ ઈનિંગ દરમિયાન ODIમાં પોતાના 14 હજાર રન પણ પૂરા કર્યા હતા. આ ઉપરાંત તે ODI ક્રિકેટરોમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર પણ બન્યો હતો.
‘હું અમદાવાદ છું, આજે મારો 614 મો જન્મદિવસ છે’, જાણો અ'વાદના શબ્દોમાં અમદાવાદની વાત
ગાંગુલીના રેકોર્ડ પર કોહલીની નજર
એક મેચમાં આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરનાર વિરાટની નજર હવે વધુ એક મોટા રેકોર્ડ પર છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ કેચ ધરાવનાર ફિલ્ડર બની શકે છે. આ યાદીમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પ્રથમ સ્થાને છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ગાંગુલીએ 12 કેચ પકડ્યા હતા. તેના પછી રાહુલ દ્રવિડ, વિરાટ, સુરેશ રૈના અને યુવરાજ સિંહ છે. આ ચારેય 8-8 કેચ સાથે તેના પછી બીજા ક્રમે છે. વિરાટ આગામી મેચમાં એક કેચ લઈને દ્રવિડ, રૈના અને યુવરાજને પાછળ છોડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ ટૂર્નામેન્ટ દરમિયાન કોહલી ગાંગુલીનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય ફિલ્ડર
મહાશિવરાત્રી પર થશે મહાભાગ્યોદય, આ રાશિવાળાને તો જબ્બર જેકપોટ લાગશે, અકલ્પનીય ધનલાભ
જયવર્દન ટોપ પર છે
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહિલા જયવર્દને છે. તેણે 15 કેચ પકડ્યા છે. તેના પછી સૌરવ ગાંગુલી, વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો અને ન્યુઝીલેન્ડનો રોસ ટેલર છે. ત્રણેયએ 12-12 કેચ પકડ્યા છે. દક્ષિણ આફ્રિકાના જેપી ડ્યુમિની, પાકિસ્તાનના શોએબ મલિક અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરીના નામે 9-9 કેચ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે