પોતાની તોફાની બેટિંગથી વિરોધી બોલરોના હાજા ગગડાવી નાખનારા સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની તોફાની બેટિંગ કરવાની આદત હતી પરંતુ એકવાર પોતાની કરિયરમાં આ વિસ્ફોટક ઓપનરને ટીમમાંથી બહાર કરી નાખવાની પણ વાત કરાઈ હતી. વર્ષ 2003માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. તેમણે વિરેન્દ્ર સહેવાગને કહ્યું હતું કે જો તે રન ન કર્યા તો ટીમમાંથી બહાર કરી દઈશ.
સહેવાગ પર મોટો ખુલાસો
ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપડાએ એકવાર યુટ્યુબ પર ક્રિક કાસ્ટ શો દરમિાયન આ વાતનો ખુલાસો કર્યો રહતો. આ ઘટના વર્ષ 2003માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની છે. આકાશ ચોપડાએ જણાવ્યું કે સૌરવ ગાંગુલીએ વિરેન્દ્ર સહેવાગને કહ્યું હતું કે ટીમમાં જગ્યા જાળવી રાખવી હોય તો રન કરો.
કરિયર ખતમ કરવાની ધમકી
આકાશ ચોપડાએ કહ્યું હતું કે, વિરેન્દ્ર સહેવાગે કરિયરના શરૂઆતના સમયમાં ખુબ રન કર્યા, પરંતુ ત્યારબાદ ખરાબ સમય આવ્યો. સહેવાગના બેટથી રન નીકળતા ન હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલી ત્યારે વિરેન્દ્ર સહેવાગ પાસે ગયા અને કહ્યું કે જો તે રન ન કર્યા તો ટીમમાંથી બહાર કરી દઈશ. મજાની વાત એ હતી કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝની પહેલી ટેસ્ટમાં ફ્લોપ થયા બાદ વીરુએ મોહલી ટેસ્ટ મેચમાં સદી ઠોકી હતી અને 130 રન કર્યા હતા.
એક વર્ષ બાદ સહેવાગના બેટથી નીકળ્યા રન
વિરેન્દ્ર સહેવાગ 9 ઈનિંગમાં સતત ફ્લોપ થઈ ચૂક્યા હતા અને તેમના બેટથી એક અડધી સદી પણ થઈ નહતી. ત્યારે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ટીમમાં રહેવું હોય તો રન કરવા જ પડશે. મોહાલી ટેસ્ટ મેચ પહેલા આકાશ ચોપડાએ અમદાવાદ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આકાશ ચોપડાએ જણાવ્યું કે એક વર્ષ બાદ મોહાલી ટેસ્ટ મેચમાં સહેવાગની ટેસ્ટ સદી થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે