Home> Sports
Advertisement
Prev
Next

BCCI અધ્યક્ષ બન્યા પહેલા ગાંગુલીએ કરી વિરાટની પ્રશંસા, કહ્યું- તે ભારતની શાન

બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલા સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભારતની શાન છે અને ટી3. વિશ્વકપમાં તેને ખુલીને રમવા કહીશ. તેનું બિનહરીફ અધ્યક્ષ બનવાનું નક્કી છે. 

BCCI અધ્યક્ષ બન્યા પહેલા ગાંગુલીએ કરી વિરાટની પ્રશંસા, કહ્યું- તે ભારતની શાન

નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા પહેલા કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભારતની શાન છે. તેમણે કહ્યું કે, તે કોઈપણ દબાવ વગર કામ કરશે અને ક્રિકેટના વિચારનો ઉપગોય કરશે. મહત્વનું છે કે, સૌરવ ગાંગુલીએ સોમવારે બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી અને તેના વિરોધમાં કોઈ નથી. તેથી તેનું અધ્યક્ષ બનવાનું નક્કી છે. 

fallbacks

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ કહ્યું, 'આ પદ મારા માટે ગૌરવની વાત છે અને હું સહયોગ કરનાર તમામનો આભાર વ્યક્ત કરુ છું. આવુ પદ ક્ષમતાથી હાસિલ કરી શકાય છે.' સૌરવે કહ્યું કે, તે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશે. 

ગાંગુલીએ કહ્યું કે, આગામી વર્ષે ટી20 વિશ્વકપ છે અને તે વિરાટ કોહલીને ખુલીને રમવા માટે કહેશે. તેમણે કહ્યું કે, મેચ બોર્ડ રૂમમાં નહિ પરંતુ મેદાન પર જીતવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સેક્રેટરી પદ માટે ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહે અને કોષાધ્યક્ષ માટે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરૂણ ધુમલે ફોર્મ ભર્યું છે. 

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની નવી ટીમ આવી સામે, જાણો કોણ-કોણ છે સામેલ

અધ્યક્ષ બનવાથી ગાંગુલીને ઓછામાં ઓછુ 7 કરોડનું નુકસાન થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો હશે કારણ કે તેણે સપ્ટેમ્બર 2020 બાદ કુલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે. ત્યારબાદ તે રાજનીતિનો માર્ગ પણ પકડી શકે છે. 

બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી સૌરવ ગાંગુલીને થશે 7 કરોડનું નુકસાન

47 વર્ષીય ગાંગુલી હાલ કોમેન્ટ્રી પણ કરે છે અને તે કોમર્શિયલ જાહેરાતો સાથે પણ જોડાયેલો છે. આ કારણે તેણે બીસીસીઆઈ અધ્યક્ષ બનવાથી ઘણી મોટી રકમનું નુકસાન થશે. કારણ કે પદ પર રહેતા અન્ય જગ્યાથી આવક કરવાથી હિતોના ટકરાવનો મામલો આવશે. ગાંગુલીને આક્રમક કેપ્ટન ગણવામાં આવતો હતો. તેની આગેવાનીમાં ભારતીય ટીમ 2003ના વિશ્વ કપમાં રનર્સ અપ રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More