Home> Sports
Advertisement
Prev
Next

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધબડકા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો ધડાકો! આવું તે કઈ હોય?

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન તરફથી થયું હતું પણ તેને જાણે કશો ફાયદો થયો નહીં કારણ કે ભારતની બધી મેચો દુબઈમાં રમાઈ અને ફાઈનલ પણ દુબઈમાં રમાઈ. હવે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થયા બાદ પીસીબીએ એક મોટો નિર્ણય લીધો છે. 

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધબડકા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો ધડાકો! આવું તે કઈ હોય?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ મેજબાની બદલ પોતાની પીઠ થપથપાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ તેની ખરાબ હાલતના લીરેલીરા ઉડી રહ્યા છે. પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી  ખતમ થયા બાદ ચોંકાવનારું પગલું ભર્યું છે. પીસીબીએ ઘરેલુ ક્રિકેટમાં ખેલાડીઓની મેચફીમાં ધરખમ કાપ મૂક્યો છે. 

fallbacks

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નેશનલ ટી20 ચેમ્પિયનશીપમાં ક્રિકેટરોની મેચ ફી એક લાખ રૂપિયા પ્રતિ મેચથી ઘટાડીને 10 હજાર રૂપિયા પ્રતિ મેચ કરી છે. રિઝર્વ ખેલાડીઓને પ્રત્યેક મેચના 5 હજાર રૂપિયા મળશે. આ ટુર્નામેન્ટ 14 માર્ચથી શરૂ થઈ રહી છે. એટલું જ નહીં બોર્ડ ઘરેલુ ક્રિકેટના વિકાસ પર ખર્ચ ઓછો કરવા પર વિચાર કરી રહ્યું છે. મેચ ફીમાં કાપથી ખેલાડીઓની ચિંતા વધી ગઈ છે. 

પીસીબીના ઘરેલુ ક્રિકેટના પ્રમુખ અબ્દુલ્લા ખુર્રમ નિયાઝી ખેલાડીઓની સુવિધાઓમાં કાપ મૂકી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા ખેલાડીઓને ફાઈવ સ્ટાર હોટલ અને ફોર સ્ટાર હોટલોમાં રખાતા હતા પરંતુ હવે તેમને સસ્તી હોટલની રજૂઆત થઈ રહી છે. હવાઈ મુસાફરી પણ ઓછી કરાઈ છે અને ફીસ પણ ઘટાડવામાં આવી છે. 

એક અન્ય સૂત્રએ જણાવ્યું કે ગત સીઝનની બાકી ચૂકવણી હજુ સુધી ખેલાડીઓ અને એમ્પાયરોને કરાઈ નથી. પીસીબીએ પૂર્વ ટેસ્ટ ક્રિકેટરો માટે વાર્ષિક પેન્શન વધારો પણ લાગૂ કર્યો નથી. જે  બોર્ડની પોલીસી હેઠળ જરૂરી છે. અત્રે જણાવવાનું કે પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ લાહોર, કરાચી અને રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને અપગ્રેડ કરવા ઉપર લગભગ 1.8 અબજ રૂપિયા ખર્ચો કર્યો છે. 

વિડંબણા એક બાજુ જ્યાં ખેલાડીઓની મેચ ફી ઘટાડવામાં આવી રહી છે ત્યાં પીસીબી અધિકારીઓને લાખો રૂપિયાનો માસિક પગાર મળે છે. પીસીબીના પસંદગીકારો અને ટીમોના મેન્ટર્સને તગડી રકમ મળે છે. મેન્ટર્સ મિસ્બાહ ઉલ હક, વકાર યુનુસ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ અને સકલિન મુશ્તાકને 2 વર્ષના કરાર પર પ્રતિ માસ લગભગ 50 લાખ રૂપિયાની ચૂકવણી થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More