Home> Sports
Advertisement
Prev
Next

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 349 મેચમાં 18,672 રન બનાવ્યા છે. જેમાં 55 સદી અને 88 અડધી સદીનો સમાવેશ થાય છે. 
 

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલાએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. હાશિમ અમલાએ ઘરેલુ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી છે. 15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 349 મેચમાં 18,672 રન બનાવ્યા છે. જેમાં 55 સદી અને 88 અડધી સદીનો સમાવેશ થાય છે. 

fallbacks

દક્ષિણ આફ્રિકાના મહાન ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના આધિકારિક ટ્વીટર પર આ જાહેરાત કરાઈ છે. ટ્વીટરમાં કહેવાયું છે કે, હાશિમ અમલા ઘરેલુ ક્રિકેટ અને માંઝી સુપર લીગમાં રમતો રહેશે. હાશીમ અમલા ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો દક્ષિણ આફ્રિકાનો એકમાત્ર બેટ્સમેન છે. વર્ષ 2010 અને 2013માં હાશિમ અમલાને 'ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ પણ અપાયો હતો. 

અમલાએ એક નિવેદનમાં જણાવ્યું કે, "દક્ષિણ આફ્રિકા સાથે આ શાનદાર સફર માટે હું સૌનો આભાર માનું છું. આ અવિશ્વસનિય સફરમાં મેં ઘણું બધું શીખ્યું છે. પોતાના પ્રેમ અને સમર્થન માટે હું મારા માતા-પિતાનો પણ આભાર માનવા માગું છું. જેમના આશિર્વાદના કારણે જ હું આટલા વર્ષો સુધી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમમાં રમી શક્યો છું."

ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 311 નોટ આઉટ રનનો છે. અમલાનો વન-ડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 159 રન અને ટી-20માં સર્વશ્રેષ્ઠ સ્કોર 97 રનનો છે. 

સૌથી વધુ કમાણી કરતી મહિલા એથલીટ્સની યાદી જાહેર, સિંધુ એકમાત્ર ભારતીય

હાશિમ અમલાએ ડિસેમ્બર, 2004માં કોલકાતામાં ભારત સામે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્ટ એલિઝાબેથમાં શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત તેણે 2008માં ચટગાંવમાં બાંગ્લાદેશ સામે વન ડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચેસ્ટર લી સ્ટ્રીટમાં શ્રીલંકા સામે પોતાની અંતિમ વન ડે મેચ રમી હતી. 

હાશિમ અમલાનો ઈન્ટરનેશનલ રેકોર્ડ 
ટેસ્ટઃ 124 મેચ, 215 ઈનિંગ્સ, 15 વખત નોટ આઉટ, કુલ 9282 રન, સર્વશ્રેષ્ઠ 311 રન, 46.41ની સરેરાશ, 49.97નો સ્ટ્રાઈક રેટ, 28 સદી, 41 અડધી સદી. 

વન ડેઃ 181 મેચ, 178 ઈનિંગ્સ, 14 વખત નોટ આઉટ, કુલ 8113 રન, સર્વશ્રેષ્ઠ 159 રન, 49.57ની સરેરાશ, 88.39નો સ્ટ્રાઈક રેટ, 27 સદી, 39 અડધી સદી.

ટી-20: 44 મેચ, 44 ઈનિંગ્સ, 6 વખત નોટ આઉટ, કુલ 1277 રન, સર્વશ્રેષ્ઠ 97 રન, 33.61ની સરેરાશ, 132.06નો સ્ટ્રાઈક રેટ, 8 અડધી સદી.

જૂઓ LIVE TV.....

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More