Home> Sports
Advertisement
Prev
Next

South Australia vs Tasmania: હાય લા..છેલ્લી ઓવરમાં 4 જ રન જોઈતા હતા અને એક ઝાટકે પડી 5 વિકેટ, જુઓ Video

South Australia vs Tasmania: ટી 20 આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે. 

South Australia vs Tasmania: હાય લા..છેલ્લી ઓવરમાં 4 જ રન જોઈતા હતા અને એક ઝાટકે પડી 5 વિકેટ, જુઓ Video

ટી 20 આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે. 

fallbacks

પરંતુ ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ ક્રિકેટ એ ટુર્નામેન્ટમાં ખુબ જ રોમાંચક ફાઈનલ જોવા મળી. આ વિશે જાણીને તમે બે ઘડી તો સ્તબ્ધ થઈ જશો. આખરી ઓવરમાં જે ધમાલ મચી તે જાણીને તમને પહેલા તો માન્યમાં જ નહીં આવે કે આવું પણ બની શકે. 

ક્રિકેટ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ
આ મેચના અંતને જોયા બાદ એ કહેવું જરાય કમ નહીં હોય કે આ મુકાબલો ક્રિકેટનો સૌથી રોમાંચક મુકાબલો બની ગયો. વાત જાણે એમ છે કે મહિલા ઘરેલુ લિસ્ટ એ ટુર્નામેન્ટના ફાઈનલ મુકાબલોમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની મહિલા ટીમો આમને સામને હતી. જો કે વરસાદના કારણે આ મેચમાં બીજી ઇનિંગના 3 ઓવરો ઓછા કરી  દેવાયા હતા. 

Photo: પત્ની મેહા સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો અક્ષર પટેલ, ભસ્મ આરતીનો લીધો લાભ

Jasprit Bumrah: IPL અને WTC માં પણ નહીં દેખાય બુમરાહ? ખેલાડીઓને આ શું થવા બેઠું છે?

વાયુવેગે વાયરલ થઈ રહી છે મેસ્સીની ફેન મિસ બમ્બમની હોટ તસવીરો!

મેચ એક સામાન્ય અંદાજમાં અંત તરફ જઈ રહી હતી. 46 ઓવર બાદ આખરી ઓવરમાં જીત માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 4 રન કરવાના હતા. તમામ ક્રિકેટ પ્રેમીઓને પણ એ વાતનો જરાય અંદાજો નહતો કે આગામી કેટલીક પળો શું ઉથલપાથલ મચાવશે. તસ્માનિયાની મહિલા ટીમ તરફથી છેલ્લી ઓવર ફેંકવા આવેલી સારાહ કોયટેએ અંતમાં આખી ગેમ પલટી નાખી. 

છેલ્લી ઓવરમાં 5 વિકેટ
અત્રે જણાવવાનું કે લાસ્ટ ઓવરના પહેલા જ બોલ પર સારાહ કોયટેએ સાઉથ ઓસ્ટ્રેલિયાની એક ખેલાડીને બોલ્ડ કરી. બીજા બોલ પર એક રન થયો તો ત્રીજા બોલે જિમી બેર્સી સ્ટમ્પ આઉટ થઈ ગઈ. ચોથા બોલ પર અમાન્ડા પણ રન આઉટ થઈ. આ પ્રકારે પહેલા 4 બોલમાં માત્ર એક રન થયો. હવે 2 બોલમાં જીત માટે 3 રન કરવાના હતા. 5માં બોલે કોયટેએ એલા વિલ્સનને પણ એલબીડબલ્યુ કરીને સાઉથ ઓસ્ટ્રેલિયાને 9મો ઝટકો આપ્યો. લાસ્ટ બોલ પર એલિસુ મુસ્વાંગા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ રીતે છેલ્લી ઓવરમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમની 5 વિકેટ પડી ગઈ. તસ્માનિયાએ મેચ એક રનથી જીતી લીધી અને ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ લિસ્ટ- એ ટુર્નામેન્ટને પોતાના નામે કરી.      

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

                      

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More