નવી દિલ્લીઃ હાલમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહનું નસીબ તેને સાથ આપી રહ્યું છે. રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ મેચની કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહને મળી હતી..જે બાદ ઈંગ્લેન્ડ સામે જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરે છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ઈનિંગમાં બુમરાહે એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં વિકેટ લીધા બાદ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. જેથી કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.
'હું નાની હતી ત્યારે મારા અંકલ રોજ મારી જોડે જબરદસ્તી સેક્સ કરતા હતા' જાણીતી હીરોઈનનો ઘટસ્ફોટ
બુમરાહે કપિલ દેવને પાછળ છોડ્યા:
ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે બેટ્સમેન ઓલી પોપને આઉટ કર્યો હતો. બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 23 વિકેટ લીધી હતી. આ સાથે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. પહેલા કપિલ દેવે 1981-82માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ માટે 22 વિકેટ ઝડપી હતી. હવે બુમરાહે કપિલનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
100 વિકેટ પૂરી કરી:
હાલમાં જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જસપ્રીત બુમરાહની બોલિંગ સામે ટકી રહેવું એ નાની વાત નથી..બુમરાહે સૈન્ય દેશો (ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા)માં પોતાની 100 વિકેટ પણ પૂરી કરી છે. આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે હાંસલ કરી હતી અને 100માંથી તેણે સૌથી વધુ વિકેટ ઈંગ્લેન્ડ સામે લીધી છે. બુમરાહની હાલમાં સેના દેશોમાં 101 વિકેટ છે.100 વિકેટનો આંકડો પાર કરનાર અનિલ કુંબલે, ઈશાંત શર્મા, ઝહીર ખાન, મોહમ્મદ શમી અને કપિલ દેવ સિવાય છે.
Malaika ડીપ નેક વાળો Transparent Dress પહેરી ઈવેન્ટમાં પહોંચી, બ્રા ન પહેરી હોવાથી વાયરલ થયો વીડિયો
ભારતને મેચ જીતવા માટે 7 વિકેટની જરૂર:
ભારતીય ટીમને અંતિમ દિવસે ઇંગ્લેન્ડ સામેની મેચ જીતવા માટે 7 વિકેટની જરૂર છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમને 119 રન બનાવવાના છે. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ 72 રન અને જો રૂટે 76 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને 150 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને લગભગ આ મેચમાંથી બહાર કરી દીધી. ટીમ ઈન્ડિયાની આ હાલત માટે હનુમા વિહારીને જવાબદાર માનવામાં આવે છે..જેણે 14 રન પર ઈંગ્લેન્ડના ખતરનાક બેટ્સમેન જોની બેરસ્ટોનો કેચ છોડ્યો હતો.
પઠાણ કે ટાઈગર-3નો કેમિયો નહીં આ ફિલ્મમાં હીરો તરીકે આવશે સલમાન-શાહરૂખ! ફરી સાથે દેખાશે 'કરણ-અર્જુન'
Happy Birthday PV Sindhu: જાણો 8 વર્ષની ઉંમરમાં રેકેટ લઈને રમતી છોકરી કઈ રીતે બની ગઈ બેડમિન્ટન સ્ટાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે