Home> Sports
Advertisement
Prev
Next

હિમા દાસે એથલેટિકી મિટિનેક રીટરમાં જીત્યો ગોલ્ડ મેડલ

હિમાએ મહિલાઓની 300 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. હિમાનો બે જુલાઈ બાદ યૂરોપમાં આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. 

હિમા દાસે એથલેટિકી મિટિનેક રીટરમાં જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર  દોડવીર હિમા દાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં ચાલી રહેલી એથલેટિકી મિટિનેક રીટર-2019 સ્પર્ધામાં ક્રમશઃ પુરૂષ અને મહિલા વર્ગના 300 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અનસે પોતાના ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે. આ વર્ષે અર્જુન એવોર્ડ  માટે પસંદ કરાયેલ અનસે પુરૂષોની 300 મીટર રેસને 32.41 સેકન્ડના સમયની સાથે પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

fallbacks

અનસે મેડલ જીત્યા બાદ ટ્વીટર પર લખ્યું, 'આ ખુશી, ચેક ગણરાજ્યમાં એથલેટિકી મિટિનેક રીટર 2019મા પુરૂષ 300 મીટરમા ગોલ્ડ મેડલ 32.41 સેકન્ડના સમય સાથે જીતવાની છે.'

રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતા અનસે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દોહામાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપની 400 મીટર સ્પર્ધા માટે પહેલા જ ક્વોલિફાઇ કરી લીધુ છે. 

અનસ સિવાય નિર્મલ ટોમે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોમે 33.03 સેકન્ડના સમયની સાથે ત્રીજા સ્થાન પર રહેતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. 

તો હિમાએ મહિલાઓની 300 મીટર દોડમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતીય ખેલ ઓથોરિટી (સાઈ)એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર હિમાના ગોલ્ડ જીતવાની જાણકારી આપી છે. હિમાએ બે જુલાઈ બાદ યૂરોપમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. 

ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત દેસાઇ

હિમાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ટ્વીટ કરતા કહ્યું, 'ચેક ગણરાજ્યમાં આજે એથકેટિકી મિટિનેક રીટર 2019મા 300 મીટર સ્પર્ધામાં ટોપ પર રહી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More