નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ માટે લગભગ દરેક દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ મેગા ઈવેન્ટ માટે ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર છે. આજે શ્રીલંકા અને બાંગ્લાદેશે પણ પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બે મહત્વના ખેલાડીઓ બહાર થયા છે. શ્રીલંકાની ટીમમાં હસરંગાને ઈજાને કારણે તક મળી નથી. તો બાંગ્લાદેશની ટીમમાં સીનિયર બેટર તમિમ ઈકબાલને સ્થાન મળ્યું નથી.
શ્રીલંકાની ટીમ જાહેર
શ્રીલંકાની ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને બહાર કરી દેવામાં આવ્યો છે. હસરંગા લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. હસરંગાની ગેરહાજરી શ્રીલંકા માટે મોટા ઝટકા સમાન છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પોતાના 15 સભ્યોની જાહેરાત કરી દીધી છે. દસુન શનાકા ટીમની કમાન સંભાળશે.
આઈસીસી વિશ્વકપ માટે શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, દુશાન હેમંથા, મહેશ તીક્ષ્ણા, દિલશાન મદુશંકા, પથુમ નિસાંકા, કુસલ જેનિથ, દિમુથ કરૂણારત્ને, ચરિથ અસલંકા, ધનંજય ડીસિલ્વા, સદીરા સમારવિક્રમા, દુનિથ વેલ્લાલાગે, કસુન રજિથા, મથીશા પથિરાના અને લાહિરૂ કુમારા.
Sri Lanka reveals its squad for the ICC Men's Cricket World Cup 2023!
Let's rally behind the #LankanLions 🦁👊#CWC23 pic.twitter.com/niLO7C7RPY
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 26, 2023
રિઝર્વ ખેલાડીઃ ચમિકા કરૂણારત્ને
આ પણ વાંચોઃ વિરાટ કોહલી વર્લ્ડકપ-2023 બાદ લેશે સંન્યાસ? એબીડી વિલિયર્સની ચોંકાવનારી ભવિષ્યવાણી
બાંગ્લાદેશની ટીમ જાહેર
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં સ્ટાર બેટર તમિમ ઇકબાલને સ્થાન મળ્યું નથી. તો સીનિયર ખેલાડી મહમૂદુલ્લાહની ટીમમાં વાપસી થઈ છે. આ ટીમની કમાન શાકિબના હાથમાં રહેશે.
વિશ્વકપ માટે બાંગ્લાદેશની ટીમ
શાકિબ-અલ-હસન (કેપ્ટન), લિટન દાસ, તન્ઝિદ હસન તમિમ, નજમુલ હુસૈન શાન્તો, તૌહીદ હૃદય, મુશફીકુર રહીમ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાઝ, નુસમ અહેમદ, શાક મેહદી હસન, તસ્કીન અહમદ, મુસ્તફીઝુર રહમાન, હસન મહમુદ, શોરીફુલ ઈસ્લામ, તન્ઝિમ હસન શાકિબ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે