Home> Sports
Advertisement
Prev
Next

આ છે ધોનીની હેલ્થ અને ફિટનેસનું રહસ્ય, સાક્ષીએ શેર કર્યો VIDEO

મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ હંમેશા તેની ફિટનેસ અને હેલ્થનું રાઝ જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. તેવામાં ધોનીની પત્ની સાક્ષીએ તેની હેલ્ધી લાઇફ અને ફિટનેસના રાઝ પરથી પડદો ઉઠાવી દીધો છે. 
 

આ છે ધોનીની હેલ્થ અને ફિટનેસનું રહસ્ય, સાક્ષીએ શેર કર્યો  VIDEO

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર ચપળ છે. વિકેટોની પાછળ અને વચ્ચે તેની ઝડપ જોવા જેવી હોય છે. જ્યારથી ધોનીએ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી ત્યારથી ઓછી તક આવી છે, જ્યારે તેણે ફિટનેસ કે બિમારીને કારણે ક્રિકેટથી દૂર રહ્યો હોય. 37 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ ઘણા યુવા ખેલાડીઓ કરતા સારી છે. 

fallbacks

તેવામાં ધોનીના ફેન્સ હંમેશા તેની ફિટનેસ અને હેલ્થનું રાઝ જાણવા માટે ઉત્સુક રહે છે. ધોનીની પત્ની સાક્ષીએ તેની હેલ્ધી લાઇફ અને ફિટનેસના રાઝ પરથી પડદો ઉઠાવી લીધો છે. 

મહત્વનું છે કે, સાક્ષી સિંહ ધોનીએ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ધોનીના કિચન ગાર્ડનનો છે, જ્યાં ઓર્ગેનિક રીતે ફળ અને શાકભાજી તૈયાર કરવામાં આવે છે. 

નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની સિમલિયા સ્થિત આવાસમાં હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન બનાવ્યું છે, જેમાં માટી વગર શાક-ફળ લગાવવામાં આવે છે. પોલી હાઉસમાં કોકોપિટ (નાળિયેર છોલ પાવડર)માં લગાવવામાં આવેલા રિંગણા, કોબી, ટમેટા, ખીરા, પાલકના છોડ છે, જે રાસાયણિક ખાતરથી સંપૂર્ણ રીતે મુક્ત છે. 

શું છે હાઇડ્રોપોનિક્સ ટેકનિક
જો ખેતી પાણીમાં કરવામાં આવે છે તેને હાઇડ્રોપોનિક્સ કહે છે. તેમાં માટીની જરૂર પડતી નથી. સામાન્ય ખેતીમાં છોડ-વૃક્ષ જરૂરી પોષક તત્વ જમીનમાંથી લે છે, પરંતુ આમાં પાણીમાં વિશેષ પ્રકારનું ખાતર નાખીને છોડને પોષક તત્વ આપવામાં આવે છે. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ, જિંક, આયરન વગેરે એક ખાસ માપમાં મિક્સ કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More