Home> Sports
Advertisement
Prev
Next

કલકત્તામાં આ ચાવાળો છે મેસીનો જબરો ફેન, ઘરને આર્જેન્ટિનાના રંગમાં રંગ્યું

ફીફા વર્લ્ડકપ 2018નો ફીવર લોકો પર ચઢવાનું શરૂ થઇ ગયો છે. શિવ શંકર પાત્રા કોલકત્તામાં આર્જેન્ટિનાના હજારો સમર્થકોમાંથી એક છે અને તેમાં પણ અસામાન્ય નહી પરંતુ ક્યારેક ક્યારેક આ સમર્થકો કંઇક વિચિત્ર હોય છે અને 53 વર્ષના પાત્રામાં પણ આ વિચિત્ર વસ્તુ છે. 

કલકત્તામાં આ ચાવાળો છે મેસીનો જબરો ફેન, ઘરને આર્જેન્ટિનાના રંગમાં રંગ્યું

કલકત્તા: ફીફા વર્લ્ડકપ 2018નો ફીવર લોકો પર ચઢવાનું શરૂ થઇ ગયો છે. શિવ શંકર પાત્રા કોલકત્તામાં આર્જેન્ટિનાના હજારો સમર્થકોમાંથી એક છે અને તેમાં પણ અસામાન્ય નહી પરંતુ ક્યારેક ક્યારેક આ સમર્થકો કંઇક વિચિત્ર હોય છે અને 53 વર્ષના પાત્રામાં પણ આ વિચિત્ર વસ્તુ છે. પોતાની ચાની દુકાનમાંથી થનારી કમાણીમાંથી બચત કરીને પાત્રાએ રૂસમાં યોજાઇ રહેલા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમને સ્ટેડિયમાં હાજર રહીને જોવાનું સપનું જોયું હતું. પરંતુ જ્યારે કલકત્તાના ટ્રાવેલ એજન્ટે તેમને જણાવ્યું કે તેમના સપના પુરા કરવા માટે 60 હજાર રૂપિયાની તેમની બચત પર્યાપ્ત નથી (ટ્રાવેલ એજન્ટે 1 લાખ 50 હજાર રૂપિયાનું બજેટ આપ્યું) તો પાત્રાએ બીજો સર્વશ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય કર્યો અને પોતાની ત્રણ માળની બિલ્ડિંગના મકાને આર્જેન્ટિના રંગમાં રંગી દીધું.

fallbacks

તો મેસી બાદ રોનાલ્ડોના રેકોર્ડ સુધી પહોંચી જશે આ ભારતીય સ્ટાર?

ઉત્તર 24 પરગના જિલ્લાના નવાબગંજમાં ચાની દુકાન ચલાવનાર પાત્રાએ કહ્યું કે ''હું ધુમ્રપાન કરતો નથી અને ના તો દારૂનું સેવન કરું છું. મને ફક્ત એક વસ્તુની લત છે અને તે લિયોનલ મેસી અને આર્જેન્ટિના છે. હું ફક્ત પૈસા કમાતો નથી પરંતુ સુનિશ્વિત કરું છું કે વર્લ્ડ કપ આવતાં પોતાની કમાણીનો મોટો હિસ્સો તેના માટે બચાવીને રાખુ છું.
fallbacks

ઇછાપુર રેલવે સ્ટેશન પર જો તમે કોઇને પણ પૂછશો કે 'આર્જેન્ટિના ચાની દુકાન' ક્યાં છે જે તેને ઓળખનાર વ્યક્તિ તમને અહીં સુધી પહોંચાડીને ખુશી અનુભવશે. પાત્રાની ચાની દુકાન અને ઘર જે ગલીમાં છે ત્યાં આર્જેન્ટિનાના ઝંડા ફરકે છે. દર ચાર વર્ષે જ્યારે વર્લ્ડ કપ યોજાઇ છે તો પાત્રા પોતાના ત્રણ માળના ઘરને હળવા વાદળી અને સફેદ રંગ કરાવે છે. આ બિલ્ડીંગના તળિયે ચાની દુકાન છે. ત્રણ રૂમના આ ઘરની અંદર પ્રવેશતાં જ તમારા પર ફૂટબોલની દિવાનગી હાવી થઇ જશે. રૂમની દરેક દિવાલ પર આર્જેન્ટિનાના રંગોમાં રંગાઇ છે, પૂજા રૂમ પણ. દરેક રૂમમાં મેસીના મોટા મોટા પોસ્ટર લાગેલા છે.
fallbacks

પાત્રા ઉપરાંત તેમની પત્ની સપના અને 20 વર્ષની પુત્રી નેહા અને 10 વર્ષનો પુત્ર શુભમ પણ મેસીનો જોરદાર ફેન છે. પાત્રાએ જણાવ્યું કે 'મારા બાળકો મેસી વિશે બધુ જ જાણે છે. તેને કયુ ભોજન પસંદ છે, તે કઇ કાર ચલાવે છે, બધુ જ' ''તે મેસીની કોઇપણ મેચ છોડતા નથી. જો પરીક્ષા દરમિયાન મોડી રાત સુધી મેચ હોય છે તો તે જલદી ઉંઘવાનું નાટક કરે છે પરંતુ પોતાના મોબાઇલમાં લાઇવ મેચ જુએ છે.''

પાત્રા પરિવાર 2012થી મેસીનો દરેક જન્મદિવસ ઉજવે છે અને આ દરમિયાન કેપ કાપવા ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરે છે. આ ઉપરાંત આર્જેન્ટિનાના મેચવાળા દિવસે બધાને ચા અને સમોસા મફતમાં આપવામાં આવે છે. મેસીનો જન્મદિવસ આ વખતે વર્લ્ડ કપ દરમિયાન છે અને એટલા માટે આ વખતે પાત્રા પરિવારે રક્તદાન શિબિર રદ કરવાનું રદ કર્યું છે જે દર વર્ષે કરે છે.
fallbacks

તેની જગ્યાએ 30 પાઉન્ડની કેક કાપવામાં આવશે અને સ્થાનિક બાળકોને મેસીની સિગ્નેચરવાળી આર્જેન્ટિનાની 100 ટી શર્ટ વહેચશે. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અને ભારતની અંડર 17 વર્લ્ડ કપ ટીમના સભ્ય રહીમ અલી પણ હાજર રહેવાની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More