Home> Sports
Advertisement
Prev
Next

Strandja Memorial Boxing Tournament: Deepak Kumar વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચ્યો

દીપક કુમારે (Deepak Kumar) પોતાના કરિયરની સૌથી યાદગાર જીત નોંધાવી અને પોતાનાથી મજબૂત ઝોઈરોવને (Shakhobidin Zoirov) 4-1 થી હરાવ્યા જેમણે ભારતના અમિત પંઘાલને (Amit Panghal) હરાવી 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Champion) ખિતાબ પોતાના નામે કર્યો હતો

Strandja Memorial Boxing Tournament: Deepak Kumar વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચ્યો

નવી દિલ્હી: એશિયન રજત પદક વિજેતા દીપક કુમારે (Deepak Kumar) (52 kg) શુક્રવારના ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન (World Champion) શખોબિદિન ઝોઈરોવને (Shakhobidin Zoirov) હરાવી બુલ્ગારિયાના સોફિયામાં યોજાયેલી 72 મી સ્ટ્રાંજા મેમોરિયલ (Strandja Memorial) બોક્સિંગ ટૂર્નામેન્ટમાં (Boxing Tournament) ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

fallbacks

દીપક કુમારની શાનદાર જીત
દીપક કુમારે (Deepak Kumar) પોતાના કરિયરની સૌથી યાદગાર જીત નોંધાવી અને પોતાનાથી મજબૂત ઝોઈરોવને (Shakhobidin Zoirov) 4-1 થી હરાવ્યા જેમણે ભારતના અમિત પંઘાલને (Amit Panghal) હરાવી 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Champion) ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ઝોઈરોવ (Shakhobidin Zoirov) એશિયન રમત અને ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા પણ છે.

દીપક કુમારે (Deepak Kumar) ગુરૂવારના બુલ્ગારિયાના દારિસ્લાવ વાસિલેવને 5-0 થી હરાવી અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.

મહિલા વર્ગમાં ભારત પદક વગર ફરત ફર્યૂં
પૂર્વ યુવા વર્લ્ડ ચેમ્પિયન જ્યોતિ ગૂલિયા (51 kg) અને ભાગ્યવતી કચારી (75 kg) જો કે, મહિલા વર્ગમાં હારનો સામનો કરી બહાર થઈ ગઈ છે.

મહિલા વર્ગમાં ભારતનો પડકાર મેડલ વિના સમાપ્ત થયો. તે જ સમયે, પુરુષ વર્ગમાં મનજીત સિંહ (પ્લસ 91 kg) પણ હારી ગયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More