Home> Sports
Advertisement
Prev
Next

NZ vs BAN: આંતરરાષ્ટ્રીય મેચમાં ગજબ ઘટના, DLS નિયમમાં લોચા, ટાર્ગેટની માહિતી વગર ટીમે શરૂ કરી દીધી બેટિંગ

NZ vs BAN: DLS ની ગણતરીમાં ફેરફારને કારણે મેચ રોકવી પડી. હકીકતમાં જે ટાર્ગેટ બાંગ્લાદેશને આપવામાં આવ્યો તેમાં ફેરફાર થઈ ગયો. તેના કારણે મેચ રોકવી પડી હતી. 

NZ vs BAN: આંતરરાષ્ટ્રીય મેચમાં ગજબ ઘટના, DLS નિયમમાં લોચા, ટાર્ગેટની માહિતી વગર ટીમે શરૂ કરી દીધી બેટિંગ

નેપિયરઃ શું ક્યારેય તેમ થયું કે સામે વાળી ટીમે બેટિંગ કરી લીધી હોય. તમે બેટિંગ કરવા માટે ઉતરો અને તમને ખ્યાલ ન હોય કે શું ટાર્ગેટ છે. પછી તમને એક લક્ષ્ય જણાવવામાં આવે અને 9 બોલ બાદ તે ટાર્ગેટને એમ કહીને વધારી દેવામાં આવે કે DLS માં ભૂલ થઈ છે. આ કોઈ શેરી-ગલી કે ક્લબ ક્રિકેટ મેચની વાત નથી. આવી ઘટના એક આંતરરાષ્ટ્રીય મેચમાં બની છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા ટી20 મુકાબલા દરમિયાન.

fallbacks

બાંગ્લાદેશે સિરીઝના બીજા ટી20 મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 17.5 ઓવરમાં 5 વિકેટે પર 173 રન હતો ત્યારે વરસાદ શરૂ થયો. વરસાદને કારણે પ્રથમ ઈનિંગ આગળ ન વધી શકી અને ઈનિંગ સમાપ્ત થઈ. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ક્રિકેટમાં DLS નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમને લઈને અનેકવાર સવાલો સામે આવ્યા છે પરંતુ ક્રિકેટમાં ઓવરો કપાવા પર આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. 

જ્યારે બાંગ્લાદેશની ઈનિંગ શરૂ થઈ તો તે વાતને લઈને શંકા હતી કે તેણે કેટલો લક્ષ્ય હાસિલ કરવાનો છે. પરંતુ ત્રણ-ચાર બોલ બાદ જણાવવામાં આવ્યું કે, તેની સામે 148 રનનો ટાર્ગેટ છે. પરંતુ અહીં પણ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યું. પિક્સર હજુ બાકી હતું. 

હામિશ બેનેક ઈનિંગની બીજી અને પોતાની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરના ત્રણ બોલ થયા ત્યારે નવો ટાર્ગેટ સામે આવ્યો. મેચ રોકવી પડી. મેચ રેફરી જૈફ ક્રોએ નવા લક્ષ્ય પર સહી કરવી પડી. બાંગ્લાદેશને 16 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ IPL 2021: સમય મર્યાદાને લઈને BCCI કડક, 90 મિનિટમાં સમાપ્ત કરવી પડશે ઈનિંગ  

ક્રો અને તેની ટીમ શીટ અને મોનીટર જોવા લાગી. કંઈ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. બાંગ્લાદેશના ખેલાડી પણ ડ્રેસિંગ રૂમમાં ભેગા થયા. બાંગ્લાદેશના મેનેજર મેચ રેફરીના રૂપમમાં પહોંચી ગયા હતા. અંતે આ મેચમાં ન્યૂઝીલેન્ડે DLS નિયમ પ્રમાણે 28 રને જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More