Home> Sports
Advertisement
Prev
Next

Ashes 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 600મી વિકેટ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં કમાલ કરી દીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 600 પર પહોંચાડી દીધો છે. તે ટેસ્ટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર બીજો ફાસ્ટ બોલર છે. 

Ashes 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 600મી વિકેટ

Ashes 2023: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બ્રોડે એશિઝની ચોથી ટેસ્ટ દરમિયાન ટ્રેવિસ હેડની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ પૂરી કરી લીધી છે. બ્રોડ આ સિદ્ધિ હાસિલ કરનાર ઈંગ્લેન્ડનો બીજો બોલર છે. આ પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આ ઉપલબ્ધિ હાસિલ કરી હતી. 

fallbacks

બ્રોડે કર્યો કમાલ
સ્ટુઅર્ટ બ્રોડ પહેલા જેમ્સ એન્ડરસન આ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે અને તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 688 વિકેટ છે. આ સિવાય બ્રોડ આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો બોલર બની ગયો છે. આ સાથે બ્રોડ એવી ક્લબમાં સામેલ થઈ ગયો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 600 કે તેથી વધુ વિકેટ ઝડપી છે.

ખ્વાજાની વિકેટ લઈ કરી શરૂઆત
બ્રોડે ચોથી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે 3 રન પર ઉસ્માન ખ્વાજાની વિકેટ લઈને પોતાનું ખાતું ખોલ્યું હતું. આ દિગ્ગજ ફાસ્ટ બોલરે દિવસની રમતની શરૂઆતમાં ફોર્મમાં ચાલી રહેલા ખ્વાજાને એલબી આઉટ કર્યો હતો. ત્યારબાદ ટ્રેવિસ હેડને આઉટ કરી બ્રોડે 600 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. 

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ
મુથૈયા મુરલીધરન - 133 ટેસ્ટમાં 800 વિકેટ

શેન વોર્ન - 145 ટેસ્ટમાં 708 વિકેટ

જેમ્સ એન્ડરસન - 182 ટેસ્ટમાં 688* વિકેટ

અનિલ કુંબલે - 132 ટેસ્ટમાં 619 વિકેટ

સ્ટુઅર્ટ બ્રોડ - 166 ટેસ્ટમાં 600* વિકેટ

આ રેકોર્ડ કર્યો નામે
વિશેષ રૂપથી શેન વોર્ડે 2005 એશિઝમાં માન્ચેસ્ટરમાં માર્કસ ટ્રેસ્કોથિકની વિકેટ લઈને પોતાની 600મી ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. બ્રોડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સર્વાધિક વિકેટ લેવાનો ઇયાન બોથમનો રેકોર્ડ પણ તોડી દીધો છે. ગેડની વિકેટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં તેની 149મી વિકેટ હતી. જેમ્સ એન્ડરસનની સાથે બ્રોડે એક સાથે રમેલી 133 ટેસ્ટ મેચમાં 1000થી વધુ વિકેટ ઝડપી છે. બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનાર બીજો ફાસ્ટ બોલર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More