Home> Sports
Advertisement
Prev
Next

500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ, એન્ડરસનની ક્લબમાં સામેલ


સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. 
 

 500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ, એન્ડરસનની ક્લબમાં સામેલ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ ક્રિકે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. આ સાથે બ્રોડ ઈંગ્લિશ ક્રિકેટના ઈતિહાસમાં 500 ટેસ્ટ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. 

fallbacks

સ્ટુઅર્ટ બ્રોડ પહેલા તેના સાથી જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી આ સિદ્ધિ મેળવી હતી. વર્ષ 2017મા એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 500 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. 

સ્ટુઅર્ટ બ્રોડ પહેલા મુથૈયા મુરલીધન (800), શેન વોર્ન (708), અનિલ કુંબલે (619), જેમ્સ એન્ડરસન (589), ગ્લેન મેકગ્રા (563) અને કોર્ટની વોલ્શ (519)એ ટેસ્ટ મેચોમાં 500થી વધુ વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલર કોર્ટની વોલ્શ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર હતા. 

ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનાર બોલર

1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 800 વિકેટ

2. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) - 708 વિકેટ

3. અનિલ કુંબલે (ભારત) - 619 વિકેટ

4. જેમ્સ એન્ડરસન (ઇંગ્લેંડ) - 589 વિકેટ

5. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) - 563 વિકેટ

6. કોર્ટની વોલ્શ (વેસ્ટ ઇન્ડીઝ) - 519 વિકેટ

7. સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેંડ) - 500 * વિકેટ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ આવે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન અને ભારતના કુંબલેનું નામ આવે છે. સ્ટુઅર્ટ બ્રોડે ડિસેમ્બર 2007મા શ્રીલંકા વિરુદ્ધ પોતાનું ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More