Home> Sports
Advertisement
Prev
Next

Team India: બીજી ટી20 માં રોહિતના મિત્રની અચાનક એન્ટ્રી, ખોફમાં ઇંગ્લેન્ડની ટીમ

IND vs ENG 2nd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ માટે ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મેચમાં રોહિતનો મિત્ર ગણતા ખેલાડીને પણ તક મળી શકે છે.

Team India: બીજી ટી20 માં રોહિતના મિત્રની અચાનક એન્ટ્રી, ખોફમાં ઇંગ્લેન્ડની ટીમ

IND vs ENG 2nd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચ બર્મિધમમાં રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફરેફાર કરવામાં આવ્યા છે. પહેલી મેચના કેટલાક ખેલાડી છેલ્લી બે મેચમાં જોવા મળશે નહીં. ત્યારે કેટલાક ખેલાડીઓની ટીમમાં એન્ટ્રી પણ થઈ છે. આ મેચ માટે ટીમની સ્ક્વોડમાં કેપ્ટન રોહિત શર્માનો મિત્ર કહેવાતો એક ખેલાડી પણ સામેલ થઈ ગયો છે.

fallbacks

ટીમ ઇન્ડિયામાં થઈ આ ખેલાડીની એન્ટ્રી
ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને ઇંગ્લેન્ડમાં સતત ચોથી ટી20 સીરિઝ જીતવા માંગે છે. આ મેચ પહેલા ટીમમાં વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની એન્ટ્રી થઈ ગઈ છે. પંતને તાજેતરમાં રમાયેલી ટેસ્ટ મેચ બાદ આરામ આપવામાં આવ્યો હતો, તેથી તે પહેલી મેચમાં ટીમનો હિસ્સો બન્યો ન હતો. રિષભ પંત આ મેચની પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળી શકે છે.

આલિયાનો બેબી બમ્પ થયો વાયરલ, પ્રગ્નેન્સીમાં શૂટ કર્યા જબરદસ્ત એક્શન સીન્સ

ટેસ્ટ મેચમાં માચા
રિષભ પંત તેના ટી20 કરિયરમાં અત્યાર સુધી પોતાની છાપ છોડી શક્યો નથી. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું થતું જોવા મળી રહ્યું છે. હાલમાં જ ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં રિષભ પંતને જોરદાર બેટિંગ કરી હતી. એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં રિષભ પંતે સદી ફટાકરી હતી. ત્યારે બીજી ઇનિંગમાં તેણે 86 બોલમાં 8 ફોરની મદદથી 57 રન બનાવ્યા હતા. આ મેચમાં પંતે કુલ 203 રન બનાવ્યા હતા. ફેન્સ તેની પાસે ટી20 માં પણ આ પ્રકારના પ્રદર્શનની આશા રાખે છે.

ભારતીયો માટે વિદેશ જવું થશે સસ્તુ, સરકારની આ જાહેરાત સાંભળીને નાચી ઉઠશો

આ ખેલાડીઓની પણ થઈ એન્ટ્રી
રિષભ પંત ઉપરાંત ઘણા સીનિયર ખેલાડી હવે આ સીરિઝનો ભાગ બનશે. તેમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીના નામ સામેલ છે. આ તમામ ખેલાડી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતા. આ ખેલાડીઓની ટીમમાં એન્ટ્રી થતા પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફાર થવાના નક્કી છે. જેમાં રિષભ પંતનું નામ સૌથી પહેલા આવે છે.

અમરનાથ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, 40 થી વધારે ગુમ; રેસ્ક્યુ કામ ચાલુ

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત/દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More