Home> Sports
Advertisement
Prev
Next

AFC Asia Cup 2019: સુનીલ છેત્રી બોલ્યો, ભારતીય ટીમને હરાવવી સરળ નથી

નવી દિલ્હીઃ જાદૂઈ કેપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું કે, હાલમાં ચીન અને ઓમાન સાથે રમેલા ડ્રોને જોતા શનિવારથી શરૂ થઈ રહેલા એશિયન કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને હરાવવી આસાન રહેશે નહીં. 

AFC Asia Cup 2019: સુનીલ છેત્રી બોલ્યો, ભારતીય ટીમને હરાવવી સરળ નથી

નવી દિલ્હીઃ જાદૂઈ કેપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું કે, હાલમાં ચીન અને ઓમાન સાથે રમેલા ડ્રોને જોતા શનિવારથી શરૂ થઈ રહેલા એશિયન કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને હરાવવી આસાન રહેશે નહીં. 

fallbacks

એએફસી એશિયન કપ પાંચ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી યૂએઈના ચાર શહેરોમાં રમાશે. ભારતને ગ્રુપ-એમા થાઈલેન્ડ, બહરીન અને યજમાન યૂએઈ સાથે રાખવામાં આવ્યું છે. ટીમ રવિવારે અહીં થાઈલેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચ રમશે. ત્યારબાદ તેનો મુકાબલો સંયુક્ત અરબ અમીરાત (અબુધાબીમાં) અને બહરીન સાથે (શારજાહમાં) ક્રમશઃ 10 અને 14 જાન્યુઆરીએ થશે. એશિયામાં 15મા રેન્કિંગ પર રહેલા ભારતે એશિયા કપની તૈયારી અંતર્ગત  ત્રણ શાનદાર ટીમો ચીન, ઓમાન અને જોર્ડનની સાથે મેચ રમી હતી. સ્ટીફન કાંસ્ટેનટાઇનની ટીમે ચીન અને ઓમાન સામે ગોલરહીત મેચ ડ્રો રમી જ્યારે જોર્ડન સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ચીન (76) અને ઓમાન (82)ની ટીમો ભારત (97) કરતા ઉંચા રેન્કિંગ પર છે જ્યારે જોર્ડન તેનાથી થોડા સ્થાન નીચે 109મા સ્થાન છે. અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘની વેબસાઇટ પર છેત્રીએ કહ્યું, હું તમને વિશ્વાસ અપાવું છું કે, જે ટીમો અમારી સામે ટકરાશે, તેના માટે અમારો સામનો કરવો સરળ રહેશે નહીં. અમારી ટીમ એવી છે જે હારવાથી ગુસ્સે થાય છે અને અમે હાલના દિવસોમાં તેને સાબિત પણ કર્યું છે. અમે યોજના અનુસાર કામ કરી રહ્યાં છીએ. 

INDvsAUS: વિરાટ કોહલીએ પિંક ટેસ્ટમાં આમ કર્યું સમર્થન, જાણો શું છે તે
 

તેણે કહ્યું, આ સમયે અમારૂ ધ્યાન માત્ર થાઈલેન્ડ વિરુદ્ધ શરૂઆતી મેચ પર લાગેલુ છે. અમે આ સિવાય કોઈ અન્ય વસ્તુ પર વિચારતા નથી. હા, અમારે યૂએઈ અને બહરીન વિરુદ્ધ પણ મેચ રમવાની છે પરંતુ અમે તેમના વિશે ત્યારે વિચારશું જ્યારે અમારે રમવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More