નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar Prediction) નું કહેવુ છે કે આઈપીએલ (IPL 2021) ના આ સત્રમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટાઇટલનું પ્રબળ દાવેદાર છે અને આ ટીમને હરાવવી મુશ્કેલ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ અત્યાર સુધી પાંચ ટ્રોફી જીતી છે અને આ ટીમમાં ઘણા શાનદાર ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી સામેલ છે.
ગાવસ્કરે કહ્યુ, મારા ખ્યાલથી મુંબઈને હરાવવી મુશ્કેલ છે. અમે જોયું કે તેના ખેલાડી ફોર્મમાં છે. ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે હાલમાં શાનદાર બેટિંગ કરી છે. મુંબઈના ખેલાડીઓએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝમાં ભાગ લીધો, ત્યાં જોવા મળ્યું કે તે સારા ફોર્મમાં છે.
આ પણ વાંચોઃ IPL 2021: સનરાઇઝર્સને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે
બોલિંગ વિભાગમાં મુંબઈની પાસે જસપ્રીત બુમરાહ અને ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. તો બેટિંગમાં ટીમ પાસે રોહિત જેવો ઓપનર છે. આ સિવાય મુંબઈ માટે રાહતની વાત છે કે હાર્દિક પંડ્યા પણ હવે બોલિંગ કરી રહ્યો છે.
ગાવસ્કરે કહ્યુ, હાર્દિકે જે રીતે વાસપી કરી છે તે ન માત્ર મુંબઈ માટે પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિફની ફાઇનલ જૂનમાં થવાની છે. પરંતુ તેમાં હજુ સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે