ઝી બ્યૂરો, અમદાવાદઃ સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલી મેચ 11 એપ્રિલે કોલકાતા નાઈટરાઈડર્સની સાથે ચેન્નઈમાં રમાશે. વોર્નરના નેતૃત્વમાં 2016માં હૈદરાબાદે IPLની ટ્રોફી જીતી હતી ત્યાર પછી આ ટીમે હંમેશા પ્લેઓફમાં જગ્યા બનાવી છે.
સંતુલન મજબૂત પક્ષ
સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) IPL 2021 માટે મુખ્ય ખિલાડીને પરત મોકલ્યા છે આજ કારણ છે કે આ વર્ષે IPLની નીલામીમાં ટીમ વધારે સક્રિયા હતી નહીં. આ ટીમમાં કેટલાક બેકઅપ ખિલાડીઓને ખરીદવામાં આવ્યા. ટીમના મજબૂત પાસાની વાત કરીએ તો ટોપ ઓર્ડરમાં ટીમ પાસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, જેસન રોય, કેન વિલિયમસન, મનીષ પાંડે અને રિદ્ધિમાન સાહા જેવા ખિલાડીઓ છે. આ ખેલાડીઓ કોઈ પણ પ્રકારની બોલિંગના આક્રમણ સામે લડવા સક્ષમ છે. ટીમની બોલિંગ પણ ઘણી સંતુલિત છે. ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન બોલિંગગના આક્રમણનું નેતૃત્વ કરશે. અફગાનિસ્તાનના સ્ટાર સ્પિનર મુજીબ ઉર રહેમાન અને યોર્કર એક્સપર્ટ ટી નટરાજનની ઉપસ્થિતિમાં ટીમની બોલિંગ લાઈનને મજબૂત કરે છે. કેદાર જાદવને આ વર્ષે ટીમમાં લેવામાં આવ્યો છે જે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે.
મિડલ ઓર્ડર ચિંતાનો વિષય
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે મિડલ ઓર્ડર ચિંતાનો વિષય છે. ગયા વર્ષે IPLમાં ટીમને બિનઅનુભવી મિડલ ઓર્ડરનું નુકસાન થયું હતું કેમ કે ટીમ પ્રીયમ ગર્ગ, અભિષેક શર્મા અને અબ્દુલ સમદ જેવા ખિલાડીઓ પર નિર્ભર હતી. સનરાઈઝર્સની ટીમ તેના ટોપ ઓર્ડર પર વધારે નિર્ભર છે. જે તેના માટે ખતરાની ઘંટી સમાન છે. જો વોર્નર, બેયરસ્ટો, પાંડે અને વિલિયમસન લાંબા સમય સુધી ખરાબ ફોર્મથી લડી રહ્યા છે. તેવામાં સાહાને બેટિંગના ક્રમમાં ઉપર આવવા માટેની તક આપવામાં આવે તો તે સારુ પ્રફોર્મન્સ આપી શકે છે. મધ્યક્રમમાં જાધવ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ પ્રકારે છે
ડેવિડ વોર્નર (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, બાસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, જગદીશ સુચિત, જેસન હોલ્ડર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, કેદાર જાધવ, ખલીલ અહેમદ, મનીષ પાંડે, જેસન રોય, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ટી નટરાજન, વિજય શંકર, વિરાટ સિંહ, ઋદ્ધિમાન સાહા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે