નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે. એલએલસી 2023ની શરૂઆત 10 માર્ચથી દોહામાં થશે. ભારત માટે 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1605 રન બનાવનાર રૈનાએ કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા સન્માનની વાત હોય છે.
રૈનાએ એલએલસીની અખબારી યાદીમાં કહ્યું- મારૂ ધ્યાન લેજેન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સમાં ભાગ લેવા પર છે. ફોર્મેટ એવું છે કે બીજીવાર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા સન્માનની વાત હોય છે. અમે આ વખતે ટ્રોફી ઘરે લાવવાનો પ્રયાસ કરીશું. મારૂ ધ્યાન દરેક દિગ્ગજો સાથે રમવા પર છે.
We are pleased to announce @ImRaina as the newest Maharaja to join the @IndMaharajasLLC!
🗓️ 10th March - 20th March
⏰ 8 PM IST
📺 @StarSportsIndia | Disney+Hotstar | FanCode #LegendsLeagueCricket #LLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/FgFXCIuE98— Legends League Cricket (@llct20) March 5, 2023
નોંધનીય છે કે લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ત્રણ ટીમો- ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ ભાગ લેશે. ટૂર્નામેન્ટના મુકાબલા દોહામાં એશિયન ટાઉન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઈન્ડિયા મહારાજાનો કેપ્ટન ગૌતમ ગંભીર હશે. એશિયા લાયન્સની કમાન શાહિદ આફ્રિદી સંભાળશે જ્યારે વર્લ્ડ જાયન્ટ્સની કમાન આરોન ફિંચના હાથમાં હશે.
આ પણ વાંચોઃ હવે રાજકોટમાં ચાલશે ધોનીની પાઠશાળા! જાણો ધોની પાસે ક્રિકેટ કોચિંગ લેવા શું કરવું...
લેજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ અને કો-ફાઉન્ડર રમન રાહેજાએ કહ્યુ- અમે આ સીઝન માટે 20 નવા સીનિયર ખેલાડીઓને જોડ્યા છે. અમારૂ પૂલ 50 ખેલાડીઓનું થઈ ગયું છે. અમે રૈના અને હરભજન સિંહનું લેજેન્ડ્સ લીગમાં સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે ઈન્ડિયા મહારાજા માટે આ દિગ્ગજોનું શાનદાર પ્રદર્શન જોવા મળશે. નોંધનીય છે કે ઈન્ડિયા મહારાજા પોતાનો પ્રથમ મુકાબલો 10 માર્ચે એશિયા લાયન્સ વિરુદ્ધ રમશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે