Home> Sports
Advertisement
Prev
Next

રિયા ચક્રવર્તી મામલે જોફ્રા આર્ચરની ભવિષ્યવાણી પડી સાચી! સાત વર્ષ પહેલાનું ટ્વીટ વાયરલ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 6 સપ્ટેમ્બર 2013ના એક ટ્વીટ કર્યું હતુ જેમાં લખ્યું હતું- રિયા. હવે સોશિયલ મીડિયા પર તેનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. 

 રિયા ચક્રવર્તી મામલે જોફ્રા આર્ચરની ભવિષ્યવાણી પડી સાચી! સાત વર્ષ પહેલાનું ટ્વીટ વાયરલ

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે ધરપકડ કરી હતી. સુશાંત કેસમાં ડ્રગ્સના મામલામાં રિયાની ધરપકડ થઈ છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. 

fallbacks

આર્ચરે 6 સપ્ટેમ્બર 2013ના એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં લખ્યું હતું- રિયા. હવે સોશિયલ મીડિયા પર તે ટ્વીટને લોકો રિટ્વીટ કરી રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે. 

આ સિવાય વધુ એક ટ્વીટમાં આર્ચરે લખ્યુ હતુ- રિયા ફરિયાદ કરી રહી છે પરંતુ હજુ ધણું આવવાનું બાકી છે. 

 

આર્ચરના જૂના ટ્વીટ હંમેશા વાયરલ થતા રહે છે. આ પહેલા સુરેશ રૈનાને લઈને પણ આર્ચરનું છ વર્ષ જૂનુ ટ્વીટ વાયરલ થયું હતું. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More