Home> Sports
Advertisement
Prev
Next

IPLમાં શાનદાર બોલિંગનું મળ્યું ઈનામ, આ યોર્કર નિષ્ણાંતને ટીમ ઈન્ડિયામાં મળી તક


આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકત્તા નાઇટ રાઇડર્સના લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તી ખભાની ઈજાને કારણે ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

IPLમાં શાનદાર બોલિંગનું મળ્યું ઈનામ, આ યોર્કર નિષ્ણાંતને ટીમ ઈન્ડિયામાં મળી તક

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકત્તા નાઇટ રાઇડર્સના લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તી ખભાની ઈજાને કારણે ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વરૂણ ચક્રવર્તીના સ્થાને સનરાઇઝર્સના ફાસ્ટ બોલર અને યોર્કર નિષ્ણાંત ટી. નટરાજનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

fallbacks

બીસીસીઆઈએ સાથે જાણકારી આપી કે રહસ્યમયી સ્પિનર વરૂણ ચક્રવર્તી ટી-20 ટીમમાંથી બહાર થી ગયો છે. વરૂણે કથિત રીકે ખભાની ઈજા છુપાવી હતી. વરૂણ ચક્રવર્તીના સ્થાને ટી. નટરાજનને તક મળી છે. 

આઈપીએલ 2020મા ફાસ્ટ બોલર ટી. નટરાજને ડેથ ઓવરોમાં પોતાની શાનદાર બોલિંગથી ખુબ પ્રભાવિત કર્યા છે. તેણે આ સીઝનમાં દમદાર બોલિંગ કરી છે. 

પેટરનીટી લીવ પર વિરાટ કોહલી- એડિલેડ ટેસ્ટ બાદ પરત ફરશે ભારત, રોહિત ટીમમાં સામેલ  

હૈદરાબાદના આ ફાસ્ટ બોલરે આ વર્ષે આઈપીએલમાં 16 મેચોમાં 16 વિકેટ ઝડપી છે. ડેથ ઓવરોમાં બોલિંગ કર્યા બાદ પણ તેની ઇકોનોમી 8.02ની રહી છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઈએ સોમવારે આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ પિતૃત્વ અવકાશ લેવાની મંજૂરી આપી જ્યારે સીમિત ઓવરોની ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને સ્નાયુ ખેંચાઈ જવાને કારણે શરૂઆતી ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળ્યા બાદ હવે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More