Home> Sports
Advertisement
Prev
Next

Ind vs NZ 1st T20I: ટોસ ઉછળ્યાં પહેલાં જ રદ્દ થઈ ગઈ ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ T20 મેચ! વેલિંગ્ટનમાં વિલન બન્યો વરસાદ!

 ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર. ટોસ ઉછાડ્યા પહેલાં જ બદલાઈ ગઈ મેચની રૂપરેખા. વરસાદ વિલન બન્યો અને મેચ રદ્દ કરવાની ફરજ પડી. આ સમાચાર ક્રિકેટ રસિકો માટે ભારે દુઃખ પહોંચાડનારા છે. વર્લ્ડ કપ બાદ હાર્દિક પટેલને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી. અને ન્યૂઝીલેન્ડ સાથેની સિરિઝની પહેલી જ મેચમાં ધબડકો પડ્યો. ટીમ ઉત્સાહમાં હતી અને રમવા માટે તૈયાર હતી ત્યારે વરસાદે વેર વાળ્યું. 

Ind vs NZ 1st T20I: ટોસ ઉછળ્યાં પહેલાં જ રદ્દ થઈ ગઈ ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ T20 મેચ! વેલિંગ્ટનમાં વિલન બન્યો વરસાદ!

વેલિંગ્ટન: ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર. ટોસ ઉછાડ્યા પહેલાં જ બદલાઈ ગઈ મેચની રૂપરેખા. વરસાદ વિલન બન્યો અને મેચ રદ્દ કરવાની ફરજ પડી. આ સમાચાર ક્રિકેટ રસિકો માટે ભારે દુઃખ પહોંચાડનારા છે. વર્લ્ડ કપ બાદ હાર્દિક પટેલને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી. અને ન્યૂઝીલેન્ડ સાથેની સિરિઝની પહેલી જ મેચમાં ધબડકો પડ્યો. ટીમ ઉત્સાહમાં હતી અને રમવા માટે તૈયાર હતી ત્યારે વરસાદે વેર વાળ્યું. 

fallbacks

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ વેલિંગ્ટન સ્કાય સ્ટેડિયમમાં રમાવવાની હતી, પરંતુ વેલિંગ્ટનમાં સતત વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. વેલિંગ્ટનમાં મેચ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે, તે એક વખત અધવચ્ચે અટકી ગયો હતો અને એવું લાગતું હતું કે મેચ ફરી શરૂ થઈ શકે છે, પરંતુ તેમ થયું નહીં અને ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રદ કરવામાં આવી.

 

 

ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ કાર્યક્રમ
પ્રથમ ટી20- 18 નવેમ્બર
બીજી ટી20- 20 નવેમ્બર
ત્રીજી ટી20- 22 નવેમ્બર
પ્રથમ વનડે- 25 નવેમ્બર
બીજી વનડે- 27 નવેમ્બર
ત્રીજી વનડે- 30 નવેમ્બર

 

ઉલ્લેખનીય છે કે, બીજી T20 20 નવેમ્બરના રોજ માઉન્ટ માઉનગુનાઈ ખાતે રમવામાં આવશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે કારણ કે નિયમિત કેપ્ટન સહિત અનેક વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલા તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડની ધરતી પર T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More