Home> Sports
Advertisement
Prev
Next

T20 WC 2022: કઈ-કઈ ટીમ સેમીની રેસમાંથી બહાર અને કોની પાસે તક, જાણો તમામ 12 ટીમની સ્થિતિ

T20 WC 2022: 12 માંથી બે ટીમો સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે, જ્યારે આઠ ટીમો પાસે સેમીફાઇનલમાં પહોંચવાના દરવાજા હજુ ખુલ્લા છે. 

T20 WC 2022: કઈ-કઈ ટીમ સેમીની રેસમાંથી બહાર અને કોની પાસે તક, જાણો તમામ 12 ટીમની સ્થિતિ

નવી દિલ્હીઃ T20 WC 2022: ટી20 વિશ્વકપ 2022માં હવે લીગ રાઉન્ડ સમાપ્ત થવા પર છે. હવે ટીમોનું એલિમિનેશન શરૂ થઈ ગયું છે અને સેમીફાઇનલની રેસ રોમાંચક બની છે. અત્યાર સુધી સુપર-12માંથી માત્ર 2 ટીમો બહાર થઈ છે અને 10 ટીમો વચ્ચે સેમીફાઇનલની રેસ ચાલી રહી છે. ભલે કેટલીક ટીમો સત્તાવાર રીતે બહાર થઈ નથી પરંતુ તેની સેમીફાઇનલમાં જવાની આશા ખુબ ઓછી છે. બહાર થનારી ટીમની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ સત્તાવાર રીતે બહાર થઈ ચુક્યા છે. આવો જાણીએ બાકી ટીમોની શું સ્થિતિ છે. 

fallbacks

ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની સ્થિતિ સૌથી મજબૂત
ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડ પાસે સેમીફાઇનલમાં પહોંચવાની સારી તક છે. આ ગ્રુપમાં હાલ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રણેયની પાસે ચાર-ચાર મેચ રમ્યા બાદ પાંચ-પાંચ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ જો આયર્લેન્ડ વિરુદ્ધ પોતાની અંતિમ મેચ જીતે તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે કારણ કે ઈંગ્લેન્ડ લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. જો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને પોતાની અંતિમ મેચ જીતે તો નેટ રનરેટના આધાર પર એક ટીમ આગળ જશે. 

જો શ્રીલંકાએ ઈંગ્લેન્ડને હરાવી દીધુ અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની મેચ ગુમાવી તો શ્રીલંકાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી જશે. જો ન્યૂઝીલેન્ડે પણ પોતાની મેચ ગુમાવી તો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ત્રણેય માટે રસ્તો ખુલી જશે. 

ગ્રુપ-2માં ભારત અને દક્ષિણ આફ્રિકા મજબૂત
ગ્રુપ-2માં ભારતે પોતાની સ્થિતિ ખુબ મજબૂત કરી લીધી છે. ભારતે પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી દીધુ તો સીધી સેમીફાઇનલની ટિકિટ મળી જશે. જો ભારત પોતાની મેચ હારે છે તો તેણે બીજી ટીમોના પરિણામ પર નજર રાખવી પડશે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી દીધુ તો પાકિસ્તાન બહાર થઈ જશે અને ભારતનો માર્ગ સરળ થઈ જશે. જો પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવી દીધુ તો તે પોતાની છેલ્લી મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તેવામાં તેણે દક્ષિણ આફ્રિકા કે ભારત પોતાની છેલ્લી મેચ હારે તે આશા કરવી પડશે. દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાન હાર્યું તો તે બહાર થશે અને આફ્રિકા સેમીફાઇનલમાં જગ્યા બનાવી લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More