અબુ ધાબી: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડીયાનો સામનો અફઘાનિસ્તાન સામે થઇ રહ્યો છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ટીમ ઇન્ડીયાને બેટીંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતને અફઘાનિસ્તાન સહિત આગામી ત્રણ મેચો મોટા અંતરથી જીતવી પડશે અને દુઆ કરવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ પણ ન્યૂઝિલેંડને હરાવી દે. ભારતને તેના પહેલાં સતત બે મેચોમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેંડએ ખરાબ રીતે હરાવીને ટી20 વર્લ્ડકપ 2021 થી લગભગ બહાર ધકેલી દીધો છે. અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચ માટે ટીમ ઇન્ડીયામાં 2 મોટા ફેરફાર થયા છે, જે આ પ્રકારે છે.
1. વરૂણ ચક્રવર્તીની જગ્યાએ આર અશ્વિન
અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચમાં વરૂણ ચક્રવર્તીની જગ્યાએ આ અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન અને ન્યૂઝિલેંડના વિરૂદ્ધ મેચમાં અશ્વિનની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો. વરૂણ ચક્રવર્તીને બંને મેચોમાં એક પણ વિકેટ મળી નહી. અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાં વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં ન આવ્યો અને આર અશ્વિનને તક મળી છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી ટીમ ઇન્ડીયાના દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને તક આપવામાં આવી ન હતી. ભારતના પૂર્વ સિલેક્ટર દિલીપ વેંગસકરએ કહ્યું હતું કે અશ્વિનને વારંવાર બહાર કેમ કરવામાં આવે છે? અહીં તપાસનો વિષય છે. અશ્વિન દરેક ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ સ્પિનર છે.
IND vs AFG: અફઘાનિસ્તાને જીત્યો ટોસ, ટીમ ઇન્ડીયાને આપી પ્રથમ બેટીંગ
2. ઇશાન કિશનની જગ્ય્યાએ સૂર્યકુમાર યાદવ
અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચમાં ઇશાન કિશનની જગ્યાએ સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ મેચ વિરૂદ્ધ મેચમાં ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી, પરંતુ તે ફક્ત 4 રન બનાવીને આઉટ થઇ ગાઅ હતા. તમને જણાવી દઇએ કે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ગત મેચમાં ટીમ ઇન્ડીયાએ ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવા માટે બેટીંગ ઓર્ડર સાથે છેડછાડ કરી, જે તેના માટે ખૂબ ભયાનક સાબિત થઇ. ઇશાન કિશનને ઓપનિંગમાં તક આપવા માટે રોહિત શર્માને નંબર 3 પર શિફ્ટ કરવામાં આવ્યા અને વિરાટ કોહલીનો નંબર ચેંજ કરી ચોથા સ્થાને બેટીંગ માટે મોકલવામાં આવ્યો ટીમ ઇન્ડીયાને આ એક્સમેરિમેન્ટ ખૂબ ભારે પડી ગયો અને બેટીંગ ઓર્ડરમાં પણ બેટ્સમેન કન્ફ્યૂઝ જોવા મળા. ઇશાન કિશન પોતાને 4 રન બનાવીને આઉટ થઇ ગયા, પરંતુ તેના લીધે ટીમ ઇન્ડીયાને બેટીંગ ઓર્ડરમાં ગરબડી પેદા થઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે