Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2021: પાકિસ્તાનના નાકમાં દમ કરવા માટે આ સ્ટેન્ડબાય પ્લેયરની ટીમમાં થશે એન્ટ્રી!

આઈપીએલ 2021(IPL 2021) ની 51મી મેચમાં ભલે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે બાજી મારી લીધી. પરંતુ યલ્લો આર્મી (Yellow Army) તરફથી એક એવા ખેલાડીએ પોતાનો દમ  દેખાડ્યો કે જેનું સિલેક્શન આઈસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021)  માટે 15 સભ્યોની સ્ક્વોડમાં થયું નથી. 

T20 World Cup 2021: પાકિસ્તાનના નાકમાં દમ કરવા માટે આ સ્ટેન્ડબાય પ્લેયરની ટીમમાં થશે એન્ટ્રી!

નવી દિલ્હી: આઈપીએલ 2021(IPL 2021) ની 51મી મેચમાં ભલે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે બાજી મારી લીધી. પરંતુ યલ્લો આર્મી (Yellow Army) તરફથી એક એવા ખેલાડીએ પોતાનો દમ  દેખાડ્યો કે જેનું સિલેક્શન આઈસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021)  માટે 15 સભ્યોની સ્ક્વોડમાં થયું નથી. 

fallbacks

દિલ્હીની ટીમનો શ્વાસ થયો હતો અદ્ધર
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 4 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગના દમ પર દિલ્હી કેપિટલ્સના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. 

બોલિંગથી જમાવી ધાક
શાર્દુલ ઠાકુરે પોતાની 4 ઓવરના સ્પેલમાં 3.25ની જબરદસ્ત ઈકોનોમી રેટથી 13 રન આપ્યા અને 2 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિનની તેણે વિકેટ લીધી હતી. 

આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન
શાર્દુલ ઠાકુર આ સીઝનમાં અત્યાર સુધીમાં બધી 13 મેચ રમ્યો છે અને તેણે 28.33ની સરેરાશ અને 8.52ના ઈકોનોમી રેટથી 15 વિકેટ લીધી. ઠાકુરે ગત વર્ષે ચેન્નાઈ સુપરકિંગ્સે 2.6 કરોડમાં ખરીદ્યો હતો અને હવે તે આ ટીમનો એક વેલ્યુએબલ પ્લેયર બની ચૂક્યો છે. 

Team India માં હાર્દિક પંડ્યાના ગણ્યાગાંઠ્યા દિવસો બાકી? આ ખેલાડી ટી20 વર્લ્ડ કપમાંથી કાપી નાખશે પત્તું!

ટી-20 વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય પ્લેયર
શાર્દુલનું દુર્ભાગ્ય એ છે કે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 માટે તેની સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદગી થઈ છે. પરંતુ હાલ જે ફોર્મ જોવા મળી રહ્યું છે તે જોતા તેની ભારતીય ટીમમાં એન્ટ્રી નકારી શકાય નહીં. 

fallbacks

પાકિસ્તાનના નાકમાં દમ કરશે
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આવામાં શાર્દુલ ઠાકુર ભારતીય ટીમ માટે સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે. કારણ કે તે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી કોઈ પણ ટીમના નાકમાં દમ કરવાની ક્ષમતા ધરાવે છે. 

ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર
કોચ- રવિ શાસ્ત્રી
મેન્ટર- એમ એસ ધોની

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ભારત  vs પાકિસ્તાન- 24 ઓક્ટોબર, 7:30 PM IST દુબઈ
ભારત  vs ન્યૂઝીલેન્ડ- 31  ઓક્ટોબર, 7:30 PM IST દુબઈ
ભારત vs અફઘાનિસ્તાન- 03 નવેમ્બર, 7:30 PM IST, અબુ ધાબી
ભારત vs બી1- 05 નવેમ્બર, 7:30 PM IST, દુબઈ
ભારત vs એ2- 08 નવેમ્બર, 7:30 PM IST, દુબઈ
સેમીફાઈનલ 1- 10 નવેમ્બર, 7:30 PM IST, અબુ ધાબી
સેમીફાઈનલ 2- 10 નવેમ્બર, 7:30 PM IST, દુબઈ
ફાઈનલ- 14 નવેમ્બર, 7:30 PM IST, દુબઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More