Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2021: PAK ટીમને મળી મોટી ધમકી, ભારત વિરુદ્ધ મેચ ન જીતી તો...

T20 World Cup 2021 ની પ્રથમ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થવાનો છે. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાની ટીમની આલોચના શરૂ થઈ ગઈ છે. 

T20 World Cup 2021: PAK ટીમને મળી મોટી ધમકી, ભારત વિરુદ્ધ મેચ ન જીતી તો...

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021ને શરૂ થવામાં હવે માત્ર બે દિવસનો સમય બાકી છે. દરેક આઈસીસી ટૂર્નામેન્ટની જેમ આ વખતે પણ ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મહા મુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાનની ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. પરંતુ વિશ્વકપ શરૂ થતા પહેલા આ ટીમે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

fallbacks

ઉડી રહી છે પાકિસ્તાનની મજાક
હકીકતમાં ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાને પ્રેક્ટિસ મેચ રમવાની છે. વિશ્વકપ માટે પાકિસ્તાન ટીમના તમામ ખેલાડી આજે યૂએઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સોશિયલ મીડિયા પર બધા ખેલાડીઓની સાથે એક ફોટો શેર કર્યો. આ ફોટો જોઈ અનેક ભારતીય ફેન્સ પાકિસ્તાન ટીમની મજાક ઉડાવી રહ્યા છે. તો ઘણા પાકિસ્તાની ફેન્સ પણ પોતાના દેશની ટીમની આલોચના કરી રહ્યાં છે. 

પાકિસ્તાની ટીમને મળી રહી છે ધમકી
આ સિવાય ઘણા પાકિસ્તાની ફેન્સે તો પોતાના દેશની ટીમને ધમકી આપી દીધી છે. એક યૂઝરે બાબર આઝમના ફોટો પર કોમેન્ટ કરતા કહ્યુ- 24 ઓક્ટોબરે મેચ ન જીતી તો પરત આવવા દેશું નહીં. તો ઘણા ફેન્સે પોપ્યુલર સોન્ગ મૌકા-મૌકાની પણ કોમેન્ટ પોસ્ટ કરી છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ભારત વિરુદ્ધ મુકાબલા પહેલા પાકિસ્તાની ખેલાડીઓ પર ખુબ દબાવ છે. 

આ પણ વાંચોઃ T-20 વર્લ્ડ કપ: આ બોલરોએ કર્યો છે વિકેટોનો વરસાદ, ટોપ-5માં પાકિસ્તાન અને શ્રીલંકાનો જલવો

24 ઓક્ટોબરે દુબઈમાં જંગ
ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે ટી20 વિશ્વકપની પ્રથમ મેચ રમશે. આ મેચ પાકિસ્તાન સામે છે. મહત્વનું છે કે વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં થઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને પરાજય આપીને વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. મહત્વનું છે કે આજ સુધી પાકિસ્તાન ક્યારેય વિશ્વકપમાં ભારતને હરાવી શક્યું નથી. 

વિશ્વકપમાં પાકિસ્તાન આજ સુધી જીતી શક્યું નહીં
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી પાંચ મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાન ક્યારેય જીત્યું નથી. 24 ઓક્ટોબરે બંને ટીમ બે વર્ષ બાદ આમને-સામને હશે. છેલ્લે 2019ના વિશ્વકપમાં બંને ટીમને ટક્કર જોવા મળી હતી. વનડે વિશ્વકપમાં પણ પાકિસ્તાન ટીમ ભારતને ક્યારેય હરાવી શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More