Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup 2024: ટી20 વિશ્વકપ 2024ના ફોર્મેટમાં ફેરફાર, હવે આ નિયમો સાથે રમાશે ટૂર્નામેન્ટ

T20 World Cup 2024 Format: ટી20 વિશ્વકપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો રમશે. 
 

T20 World Cup 2024: ટી20 વિશ્વકપ 2024ના ફોર્મેટમાં ફેરફાર, હવે આ નિયમો સાથે રમાશે ટૂર્નામેન્ટ

નવી દિલ્હીઃ T20 World Cup 2024 Qualification:ટી20 વિશ્વકપ 2022 સમાપ્ત થઈ ગયો છે. ઈંગ્લેન્ડે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી ટ્રોફી જીતી હતી. હવે વર્ષ 2024માં આ ટૂર્નામેન્ટની આગામી સીઝન રમાશે. હકીકતમાં આ વિશ્વકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. તો ટૂર્નામેન્ટ માટે આઈસીસીએ પોતાના નિયમમાં ફેરફાર કર્યો છે. ટી20 વિશ્વકપ 2022ની ટોપ-8 ટીમો આ ટૂર્નામેન્ટ માટે સીધી ક્વોલીફાઈ કરશે. જ્યારે બાકી ટીમોએ ક્વોલીફાઇંગ રાઉન્ડ રમવો પડશે. 

fallbacks

ટોપ-12 ટીમોને મળશે સીધી એન્ટ્રી
ટી20 વિશ્વકપ 2022ની ટોપ-8 ટીમ સિવાય અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સીધો પ્રવેશ મળશે. તો વેસ્ટ ઈન્ડિઝ સિવાય અમેરિકા આ વિશ્વકપની યજમાની કરી રહ્યું છે. આ રીતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝને સીધી એન્ટ્રી મળશે. વર્ષ 2024ના ટી20 વિશ્વકપ માટે 12 ટીમો નક્કી છે. તો ટી20 વિશ્વકપ 2024ની વાત કરવામાં આવે તો તેમાં કુલ 20 ટીમો હશે. હાલ 12 ટીમો નક્કી છે, પરંતુ 8 ટીમોનો નિર્ણય ક્વોલીફાઇંગ રાઉન્ડ બાદ થશે. 

આ પણ વાંચોઃ ફીફા વિશ્વકપમાં પહોંચી ગઈ ઈરાનના આંદોલનની આગ, ટીમે સરકારના વિરોધમાં રાષ્ટ્રગીત....

આવું હશે વર્લ્ડકપનું ફોર્મેટ
ટી20 વિશ્વકપ 2022માં કુલ 20 ટીમો હશે. આ 20 ટીમોને 5-5ના ચાર ગ્રુપમાં રાખવામાં આવશે. તો દરેક ચાર ગ્રુપની ટો-2 ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલીફાઈ કરશે. આ રીતે ટી20 વિશ્વકપ વર્લ્ડકપ 2024માં સુપર-12 રાઉન્ડ હશે નહીં. હકીકતમાં સુપર-12 રાઉન્ડની જગ્યાએ સુપર-8 રાઉન્ડ હશે. ટી20 વિશ્વકપ 2024માં કુલ 55 મેચ રમાશે. જેમાં થોડી મેચ અમેરિકા અને બાકીની ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More